News of Thursday, 3rd September 2026
પત્તાપ્રેમીઓનું દે ધનાધનઃ જુગારના ૪ દરોડામાં ત્રણ મહિલાઓ સહિત ર૩ પકડાયા
પ્ર.નગર આજીડેમ અને એ-ડીવીઝન પોલીસની ટીમોના પરસાણાનગર, વાલ્મીકીવાડી, કાથરોટા ગામ અને કેનાલ રોડ પર દરોડા

રાજકોટ, તા. ૩: સાતમ-આઠમના તહેવારમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે. પ્ર.નગર, આજીડેમ અને એ-ડીવીઝન પોલીસે પરસાણાનગર, વાલ્મીકીવાડી, કાથરોટાગામ અને કેનાલ રોડ પર જુગાર રમતી ૩ મહિલા સહિત ર૩ પત્તાપ્રેમીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
પ્ર.નગર પોલીસના પીએસઆઇ એસ.ડી. કોઠીવાર, કોન્સ્ટેબલ પ્રતાપભાઇ વદર સહિતના સ્ટાફે જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં. ૯ માં રહેતા બલદેવ ભોલાભાઇ નારોલા (ઉ.વ. ર૪) ના મકાનમાંથી જુગાર રમતા બલદેવ ઉપરાંત રાહુલ પરસોતમભાઇ નૈયર (ઉ.વ. રપ), રવી અશોકભાઇ નારોલા (ઉ.વ. ૩૦) અને રાજ સુરેશભાઇ ઝાલા (ઉ.વ. ર૬ રહે. બધા પરસાણાનગર) ને રૂા. ૧૧,૧૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
જયારે જામનગર રોડ પર વાલ્મીકીવાડી શેરી નં. ર માં રહેતા અતીશ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ. ૪પ) ના મકાનમાંથી જુગાર રમતા અતીશ ઉપરાંત દિપક નાગજીભાઇ વાઘેલા (ઉ.વ. ૩૪) પુજાબેન ભાવીનભાઇ બેરડીયા (ઉ.વ. ર૪ રહે. બન્ને વાલ્મીકીનગર, શેઠનગર પાછળ), સતીષ રમેશભાઇ રાઠોડ (ઉ.વ. ર૮ રહે. પરસાણાનગર શેરી નં. ૧૪) ઉર્મીલાબેન રમેશભાઇ ચોહાણ (ઉ.વ. ૩૭) અને ગીતાબેન અતીશ ચૌહાણ (ઉ.વ. ૪૦ રહે. બન્ને વાલ્મીકીવાડી શેરી નં. ર) ને રૂા. ૧૦,ર૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસના હેડ કોન્સ્ટેબલ એસ.યુ. મિયાત્રા, દેવાંગભાઇ પાલા અને ભરતભાઇ જોગીયા સહિતના સ્ટાફે રાજકોટ નજીક કાથરોટા ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મહેશ કેશુભાઇ સાકરીયા (ઉ.વ. ૩૮ રહે. ઢાંઢીયા ગામ), હરેશ ગાંડુભાઇ મકવાણા (ઉ.વ. ૩૬), દિનેશ છગનભાઇ મકવાણા (ઉ.વ. ર૮), વનરાજ પરબતભાઇ કુકડીયા (ઉ.વ. ર૮), નેસલ જીવણભાઇ મકવાણા (ઉ.વ. ર૭), રાહુલ જેન્તીભાઇ કુકડીયા (ઉ.વ. રપ), જનક માવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૪), કલ્પેશ કિશોરભાઇ મકવાણા (ઉ.વ. રપ), ચતુર ગોરધનભાઇ મકવાણા (ઉ.વ. ૩૩) અને મનજી ભુપતભાઇ સરવૈયા (ઉ.વ. ૩પ રહે. બધા કાથરોટા ગામ)ને રૂા. ૧૪,ર૩૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
ચોથા દરોડામાં એ-ડીવીઝન પોલીસના પીએસઆઇ ડી.વાય. મહંત, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ કામળીયા, કાનજીભાઇ જોળીયા સહિતના સ્ટાફે કેનાલરોડ પર અમીધારા એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં ધોડીપાસાનો જુગાર રમતા હનીફ ગનીભાઇ જુલાણી (ઉ.વ. પ૪ રહે. અતિક એપાર્ટમેન્ટ, હૈદરી ચોક, દુધસાગર રોડ), દિનેશ કાંતિલાલ માખેચા (ઉ.વ. ૬૦ રહે. સોમનાથ સોસાયટી, કોઠારીયા રોડ) અને દિપક મનજીભાઇ નકુમ (ઉ.વ. પ૭ રહે. લક્ષ્મીવાડી શેરી નં. ૧૮, કેનાલ રોડ) ને રૂા. ૯૯૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
(3:11 PM IST)










