<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ પડયોઃ જુગારના પાંચ સ્‍થળે દરોડાઃ ૩ મહિલા સહિત ૪૦ ઝડપાયા

બે સ્‍થળે મકાનમાં અને ત્રણ સ્‍થળે જાહેરમાં જુગાર રમાતો'તોઃ ૨.૬૦ લાખની રોકડ કબ્‍જે : આજીડેમ, માલવીયાનગર, ક્રાઇમબ્રાંચ અને પીસીબીના કોઠારીયા રોડ, મવડી પ્‍લોટ, મોરબી રોડ, ખેરવા ગામની સીમ અને ત્રંબામાં દરોડા

રાજકોટ તા.૧૦: શહેરમાં જુગારનુ દુષણ અટકવાનું નામ લેતુ નથી. વધુ પાંચ સ્‍થળોએ દરોડા પાડી પોલીસે જુગાર રમતા ૩ મહિલા સહિત ૪૦ પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. જેમાં આજીડેમ પોલીસ, માલવીયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને પીસીબીએ કોઠારીયા રોડ, મવડી પ્‍લોટ, મોરબી રોડ, ખેરવા ગામ નજીક અને ત્રંબા ગામે દરોડા પાડી ૪૦ પત્તાપ્રેમીને રૂા.૨.૬૦ લાખની રોકડ સાથે પકડી કાર્યવાહી કરી હતી.

આજીડેમ પોલીસના પીએસઆઇ વી.જી. ડોડીયા, કોન્‍સ્‍ટેબલ હરપાલસિંહ જાડેજા, સાવનભાઇ સાંગાણી સહિતના સ્‍ટાફે કોઠારીયા મેઇન રોડ પર બાલાજી પાર્કમાં શણગાર હોલવાળી શેરીમાં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સંજય ભીખુભાઇ ડોડિયા (રહે.અંબીકા સોસાયટી શેરી નં.૧ ગોપાલ પેટ્રોલપંપની બાજુમાં), રવિ ભિમજીભાઇ ડોડિયા (રહે.બાલાજી પાર્ક શેરી નં.૧ કોઠારીયા રોડ), શનિ ભરતભાઇ ડોડિયા (રહે.જયનગર મફતીયુ ખાણ પાસે, કોઠારીયા રોડ), વિપુલ પ્રેમજીભાઇ રાઠોડ (રહે.શિતલપાર્ક ચોક રંભામાની વાડી પાછળ), સંજય વાઘજીભાઇ ડોડિયા (રહે.જયનગર શેરી નં.૧ કોઠારીયા રોડ), રાહુલ જીવાભાઇ કારડીયા (રહે.લાપાસરી રોડ કમશીયા વાડી ગોશાળા પાસે), કિશન જીવરાજભાઇ ડોડિયા (રહે.જયનગર શેરી નં.ર કોઠારીયા રોડ), વિક્રમ જેન્‍તિભાઇ નવાપરિયા (રહે.લાપાસરી રોડ મફતીયુ), વિજય વાઘજીભાઇ ડોડિયા (રહે.જયનગર નદીના કાંઠે કોઠારીયા રોડ), સુનિલ ઘનશ્‍યામભાઇ પરમાર (રહે.જયનગર ખાણની પાસે કોઠારીયા રોડ) અને અનિલ રઘુભાઇ સોલંકી (રહે.જયનગર ખાણની પાસે કોઠારીયા રોડ)ને પકડી રૂા.૧,૦૩,૪૦૦ની મતા કબ્‍જે કરી હતી.

બીજા દરોડામાં માલવીયાનગર પોલીસના પીએસઆઇ કે.ડી.મારૂ, કોન્‍સ્‍ટેબલ મનીષભાઇ સોઢસયા સહિતના સ્‍ટાફે મવડીપ્‍લોટમાં અમરનગર-૧માં શેરી નં.૨માં રહેતા પરેશ મોહનભાઇ મકવાણા (ઉ.વ.૪૭)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા નિખીલ પરેશભાઇ મકવાણા (ઉ.વ. ૨૪ રહે. અમરનગર-૧) વિરમ નાનજીભાઇ ખોરાણી (ઉ.વ.૪૬ રહે. વિનાયક સોસાયટી, મવડી, મેહુલ બાબુભાઇ કુડેચા (ઉ.વ. ૨૫ રહે. સરસ્‍વતી  ૨૫ વારીયા, ૧૫૦ ફુટ  રોડ, મિતરાજસિંહ વિક્રમસિંહ વાઘેલા (ઉ.વ.૨૭ રહે આસોપાલવ પાર્ક, મવડી પ્‍લોટ શિલ્‍પાબેન વિરમભાઇ ખોરાણી (ઉ.વ.૪૦ રહે. વિનાયક સોસાયટી, મવડી અને પાયલબેન કલ્‍પેશભાઇ સુખાનંદી (ઉ.વ.૨૮ રહે આકાશદીપ સોસાયટી, મવડી પ્‍લોટ)ને રૂા.૧૩,૭૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

ત્રીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના હેડ કોન્‍સ્‍ટેબલ ભાનુભાઇ ધાધલા, તુલશીભાઇ ચુડાસમા, કોન્‍સ્‍ટેબલ સંજયભાઇ ખાખરીયા સહિતના સ્‍ટાફે મોરબી રોડ ફાટક પાસે સોહમનગર મેઇનરોડ પર જાહેરમાં જુગાર રમતા પ્રકાશ ઉર્ફે ભરત સાગઠીયા (ઉ.૩૪ રહે સોહમનગર શેરી નં. ૧ મોરબી રોડ ફાટક પાસે, પ્રતિક ઉર્ફે પલ્લી જીતુભાઇ વાઘેલા (ઉ.વ.૨૩ રહે. ભગવતીપર વિનોબાભાઇે આવાસ યોજના, જીતેન્‍દ્ર કમાભાઇ ચુડાસમા (ઉ.વ.૩૭ રહે. કુવાડવા રોડ રોહીદાસપરા બાલાજી પ્‍લાસ્‍ટીકની પાછળ, યોગેશ છગનભાઇ પરમાર (ઉ.વ.૨૨ રહે. સોહમનગર ફાટક પાસે ઓમ પાર્ક મેઇન રોડ, આકાશ હસમુખભાઇ ગોહેલ (ઉ.વ.૧૯ રહે.  કુવાડવા રોડ રોહીદાસ પરા શેરી નં.૫, આશિષ કાંતિભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭ રહે. રોહીદાસપરા શેરી નં.૫, અલ્‍પેશ ઉર્ફે લાલો હરીભાઇ પરમાર (ઉ.વ.૩૬ રહે. ભગવતીપરા શેરી નં. ૨૨ ડંકી વાળો ચોક, રાહુલ ઉર્ફે ટીકુ મંજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૧ રહે. કુવાડવા રોડ રોહીદાસપરા શેરી નં.૧૨ને , જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ દાઢી પ્રતાપભાઇ પોરડીયા (ઉ.વ.૩૭ રહે મોરબી રોડ બારદાન ગલી નાની ફાટકની બાજુમાં સીતારામ સોસાયટી શેરી નં.૧ રૂા. ૨૯,૫૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં પીસીબીના એએસઆઇ એમ.ડી. ઝાલા, કોન્‍સ્‍ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફ રાજકોટ નજીક ખેરવા ગામની સીમમાં શિવશકિત ફાર્મ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા વેપારી જય ચંદ્રકાંતભાઇ સુચક (ઉ.વ. ૩ર રહે. ગાયત્રીનગર, ભકિતનગર સર્કલ પાસે), ધવલ કાંતીભાઇ છેલાણી (ઉ.વ. ૩૮ રહે.  ગોપાલનગર, ઢેબર કોલોની પાસે), રાજેશ ગોવિંદભાઇ મેર (ઉ.વ. ૩૮ રહે. નારાયણનગર, મ.પરા, કોઠારીયા સોલવન્‍ટ), ભરત ધીરૂભાઇ ટાંક (ઉ.વ. ૩૭ રહે. ગોકુલપાર્ક, કોઠારીયા રોડ, મહેશ છગનભાઇ હતવાણી (ઉ.વ. ૩૯ રહે. ન્‍યુ ગણેશ સોસાયટી, કોઠારીયા રોડ), ગૌતમ ગુલાબગીરી અપારનાથી (ઉ.વ. ૩પ રહે. રાધાનગર, લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે) અને શીલ્‍પાબેન મનીષભાઇ પાધરેશા (ઉ.વ. ર૬ રહે. સદગુરૂનગર સોસાયટી, જયજવાન જયકિશાન મેઇન રોડ, મોરબી રોડ) ને રૂા. ૯૭,૪પ૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.

પાંચમાં દરોડામાં આજીડેમ પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ પી.એ. ચીરોડીયા, કોન્‍સ્‍ટેબલ મનીષભાઇ શિરોડીયા સહિતના સ્‍ટાફે રાજકોટ નજીક ત્રંબા ગામે કલ્‍યાણ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા અજય બાબુભાઇ કુકડીયા (ઉ.વ. ર૪) દિગેશ રમેશભાઇ સુરેલા (ઉ.વ. ૩૪) ગણેશપરી શિવપરી ગોસાઇ (ઉ.વ. ૩૩ રહે. બધા ત્રંબા), સુનીલ પરસોતમભાઇ રાણપરીયા (ઉ.વ. ૩૭ રહે. રાજનગર સોસાયટી, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ) ભરત ધીરૂભાઇ મોરવાડીયા (ઉ.વ. ૩૬ રહે. ત્રંબા) અને અજય ભરતભાઇ મોરવાડીય (ઉ.વ. ૩ર રહે. અણીયારા ગામ) ને રૂા. ૧૬,૪૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.

(3:22 PM IST)