તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
ચેક રિટર્નના કેસમાં આરોપીને ત્રણ માસની સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટ, તા.૩: કપાસિયા ખોળની જથ્થાબંધ ખરીદી પેટે આપેલો ચેક પરત ફરતા થયેલી ફરિયાદમાં અદાલતે મહીસાગર જિલ્લાના આરોપી વેપારીને સજા, ઉપરાંત ડબલ વળતર, હાજર નહિ રહેતા નોંધ બેલેબલ વોરન્ટ કાઢયું છે.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી અજયભાઈ ઝવેરભાઈ ડાભી શ્રી ચામુંડા કળપા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર તથા પાવર ઓફ એટર્ની ધારક છે, ને કપાસિયા ખોળનો વેપાર કરે છે. તેમણે આરોપી રાજેશકુમાર મંગળભાઈ સુથાર (રહે.ખાનપુર, ઘોઘાવાડ, મહીસાગર)ને તા.૦૨/ ૦૯/ ૨૦૨૩ના રોજ માલ સપ્લાય કર્યો હતો. આરોપીએ કટકે-કટકે ઓનલાઈન ચૂકવણું કર્યા બાદ બાકી રહેતા રૂ.૪,૧૩,૩૬૦ની ચૂકવણી માટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, મોટા ખાનપુર શાખાનો ચેક તા.૦૪/૦૭/૨૦૨૪નો આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેંકમાં રજૂ કરતા ફંડ ઈન્સફિશિયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે એડવોકેટ મારફત નોટિસ આપવા છતાં ૧૫ દિવસમાં રકમ ન ચૂકવતા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એક્ટ કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી.
આ કેસ ચાલતા ફરિયાદી પક્ષના પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ચેકની જવાબદારી અંગે કોઈ સંભવિત બચાવ રજૂ ન કરી શકતા કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.તેમાં પ્રિન્સિપાલ સિવિલ જજ અને જેએમએફસી વીંછીયાએ આરોપીને ૩ માસની સાદી કેદ અને ચેકની રકમ કરતા બમણી રૂ.૮,૨૬,૭૨૦ વળતર પેટે ૩૦ દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે. વળતર ન ચૂકવે તો વધુ ૩ માસની કેદ ભોગવવી પડશે. આરોપી હાજર ન રહેતા સજાના અમલ માટે નોન-બેલેબલ વોરંટ ઈશ્યુ કરાયું છે. ફરિયાદી તરફે એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, એમ.એચ. ચાનપુરા અને સંજયભાઈ રામાનુજ રોકાયા હતા.
રણજીતભાઈ એમ.પટગીર
ફરિયાદીના વકીલ
(3:46 PM IST)










