તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
એક કરોડથી પણ વધુ રકમનો ચેક રીટર્નના કેસમાં અમદાવાદના જાણીતા વેપારી મેસર્સ ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટર ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગતને સજા ફટકારતી અદાલત
ફરીયાદીને ચેક મુજબની રકમ રૂા. ૧,૨૨,૦૦,૦૦૦/- ૬%ના વ્યાજેથી ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ

રાજકોટ,તા.૧૩: રાજકોટના જાણીતા વેપારી નલિન હરીલાલ ઝવેરીએ અમદાવાદ મુકામે સી.જી. રોડ પર આવેલ મેસર્સ ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટર ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગતને તેઓની માંગણી મુજબ અલગ અલગ સમયે સોનાના દાગીના બનાવવા માટે ૯૮૬૩-૦૦ ગ્રામ કે જેની અંદાજીત કિમત રૂા.૧,૨૨,૦૦,૦૦૦/- નો સોનાનો માલ આપેલ હતો જે લેણી રકમપેટે ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગતએ મેસર્સ ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટર દરજજે ધંધાકીય વ્યવહારપેટે રૂા. ૧,૨૨,૦૦,૦૦૦/- નો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી. મેજી. કોર્ટ, રાજકોટમાં સને-૨૦૧૮ ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી, જે કેસ ચાલી જતાં મહે. સ્મોલ કોઝ કોર્ટના જજ સાહેબશ્રી, રાજકોટ દ્વારા આરોપી ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગત, તે ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટર, અમદાવાદવાળાને સજા ફટકારેલ હતી.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટની જાણીતા નલિનભાઈ એચ. ઝવેરીના નામથી ચાલતી પ્રોપરાઈટરી પેઢીના માલીક નલિન હરીલાલ ઝવેરી કે જે રાજકોટ મુકામે એન્ટીક ઓર્નામેન્ટ તેમજ ગોલ્ડ જવેલરીને લગતો ધંધો કરતા હોય અને તેઓએ અમદાવાદ મુકામે સી.જી. રોડ ઉપર આવેલ જાણીતી મેસર્સ ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટર ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગતને દુબઈ મુકામે દાગીનાનો શોરૂમ કરવાનો હોય જેથી ધર્મેન્દ્ર કનૈયાલાલ ભગતએ અલગ અલગ સમયે અલગ અલગ સોનાના દાગીનાઓ ખરીદેલ હતા અને જે પેટે ફરીયાદીને આરોપી પાસેથી કુલ રૂા. ૧,૨૨,૦૦,૦૦૦/-જેટલી મોટી રકમ લેવાની બાકી નીકળતી હોય જે પેટે અવારનવાર માંગણી કરતાં આરોપી દ્વારા ફરીયાદીને રૂા.૧,૨૨,૦૦,૦૦૦/- નો ચેક આપવામાં આવેલ હતો જે ચેકની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદના અનુસંધાને આરોપી નામ. કોર્ટમાં હાજર થયેલ હતા અને તેઓ વિરૂધ્ધ કેસ આગળ ચાલેલ હતો અને ચાલુ કેસ દરમિયાન ફરીયાદી દ્વારા આરોપી સાથે કરેલ તમામ જાતના વ્યવહારોને લગતા દસ્તાવેજો રજુ રાખેલ હતા તેને ધ્યાને રાખી તેમજ ફરીયાદપક્ષ દ્વારા અલગ અલગ હાઈકોર્ટોના જજમેન્ટો રજુ કરેલ હતા અને ફરીયાદીનું કાયદેસરનું વેપારી લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતાં મેસર્સ ભગત જેમ્સ એન્ડ જવેલર્સના પ્રોપરાઈટરને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને ચેક મુજબની રકમ રૂા. ૧,૨૨,૦૦,૦૦૦/- ૬્રુ ના વ્યાજેથી ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ કરેલ હતો અને જો આરોપી, ફરીયાદીને વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સજાનો હુકમ કરેલ હતો.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે રાજકોટ શહેરના જાણીતા ધારાશાષીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા, જીગર બી. સંઘવી, ખુશાલી અમલાણી રોકાયેલા હતા.
એડવોકેટ જીજ્ઞેશ શાહ
(10:34 AM IST)










