<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઘરેલૂ ગેસના બાટલાનો કોર્મશીયલ ઉપયોગ કરનાર રાજકોટના રપ વેપારીઓ સામે કેસનું હિયરીંગ શરૂ

સૂનાવણી બાદ આકરા દંડનો નિર્દેશઃ હાલ પણ તંત્ર દ્વારા તપાસ ચાલૂ

રાજકોટ, તા. ૬: તાજેતરમાં જીલ્લા પુરવઠાતંત્ર દ્વારા શહેરમાં અને જીલ્લામાં દરોડા પાડી ઘરેલુ ગેસના બાટલાનો કોર્મશીયલ ઉપયોગ કરતા રપ થી ૩૦ વેપારીઓને ઝપટે લેવાયા હતા.

દરોડા દરમિયાન સામે આવ્‍યું હતું કે, અનેક ખાનગી હોટલ અને રેસ્‍ટોરન્‍ટ સંચાલકો દ્વારા કોમર્શિયલ ગેસ કનેક્‍શનના બદલે ગેરકાયદેસર રીતે સબસિડીવાળા ઘરેલુ (ડોમેસ્‍ટિક) ગેસ સિલિન્‍ડરનો વ્‍યાપારી હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ ગંભીર બાબતને ધ્‍યાને લઈ પુરવઠા તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં ઓચિંતા દરોડા (રેડ) પાડવામાં આવ્‍યા હતા. આ દરોડા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર અંદાજે ૨૫ જેટલા વેપારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્‍યા હતા. આ તમામ વેપારીઓ વિરુદ્ધ પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ સમગ્ર મામલે વિભાગ દ્વારા સંડોવાયેલા તમામ વેપારીઓને નોટિસ પાઠવી હિયરિંગ (સુનાવણી)ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હિયરીંગ બાદ દરેક વેપારીને આકરો અને મોટો દંડ ફટકારાશે તેમ સાધનોએ ઉમેર્યુ હતું.

(4:00 PM IST)