<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

સીંગતેલમાં વધુ ૨૦ રૂા.નો ઘટાડો ૧૦ દિવસમાં ડબ્‍બે ૧૨૦ રૂા. તૂટયા

રાજકોટ તા.૨૩: સીંગતેલમાં ઘટાડાનો દોર યથવાત રહયો છે. આજે સીંગતેલમાં વધુ ૨૦ રૂા.નો ઘટાડો થયો છે.

સ્‍થાનીક બજારમાં ઉનાળુ મગફળીની આવકો શરૂ થતા અને ઉનાળાના કારણે ઘરાકી ઘટતા સીંગતેલમાં વધુ ૨૦ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૬૨૦ રૂા. હતા તે ઘટીને આજે ૧૬૦૦ રૂા. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ૨૭૮૦ થી ૨૮૩૦ રૂા. હતા તે ઘટીને ૨૭૬૦ થી ૨૮૧૦ રૂા. થયા હતા. છેલ્લા ૧૦ દિવસમાં સીંગતેલ ડબ્‍બે ૧૨૦ રૂા.નો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટશે. તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યુ હતું.

(3:14 PM IST)