<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

તમામ આંગણવાડીઓમાં ‘આંગણ મિલન સેવા'ની ઉજવણી

પોષણથી પ્રગતિ, આંગણવાડીથી સમૃદ્ધિના સંકલ્‍પ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના સૂચન અનુસાર પોષણ માસની ઉજવણી સાથે શહેરની તમામ આંગણવાડી કેન્‍દ્રોમાં તા.૨૫ થી તા.૦૩ ઓકટો  દરમ્‍યાન ‘આંગણ મિલન સેવા'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘પોષણથી પ્રગતિ, આંગણવાડીથી સમળદ્ધિ'ના સંદેશ સાથે યોજાનાર આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ બાળકોના પોષણ, આરોગ્‍ય, સર્વાંગી વિકાસ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માતા-વાલીઓ અને સમાજમાં જાગળતિ વધારવાનો છે. ‘આંગણ મિલન સેવા' અંતર્ગત આંગણવાડી સન્‍માન અને માતળ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. આંગણવાડી કેન્‍દ્રોમાં બાળકો માટે ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવશે. તેમજ બાળકો દ્વારા બાળગીત, બાળવાર્તા, વિવિધ રમતો, ચિત્રકામ સહિતની આનંદદાયક અને શૈક્ષણિક પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત નિયમિત આંગણવાડીમાં હાજરી આપતા તેમજ કુપોષણમાંથી મુક્‍ત થયેલા બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે ‘પોષણ ચેમ્‍પિયન એવોર્ડ' એનાયત કરવામાં આવશે. સાથે જ માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ શુભેચ્‍છા પત્રનું વિતરણ કરવામાં આવશે. આંગણવાડી વર્કર, હેલ્‍પર તેમજ આશા વર્કર દ્વારા કરવામાં આવતી ઉત્‍કળષ્ટ કામગીરીને બિરદાવવા માટે તેમને સન્‍માન પત્ર એનાયત કરી પ્રોત્‍સાહિત કરવામાં આવશે આંગણવાડી કેન્‍દ્રો બાળકોના ઙ્કારંભિક વિકાસ માટે મહત્‍વપૂર્ણ કેન્‍દ્રો છે. બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવળત્તિઓને વધુ અસરકારક બનાવવા તેમજ આંગણવાડી કેન્‍દ્રો સાથે માતા-વાલીઓ અને સમાજની સહભાગિતા વધારવાના હેતુથી ‘આંગણ મિલન સેવા'નું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘સુપોષિત બાળક, સ્‍વસ્‍થ બાળક'ના સંકલ્‍પ સાથે યોજાનાર આ ઉજવણીમાં માતાઓ, વાલીઓ તથા નાગરિકો ઉત્‍સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા  મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.

 

(3:14 PM IST)