તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ડિમોલેશનમાં સેલિબ્રેશન !: 'મેલોડી' ખવડાવવાથી માંડીને 'કાજુકતરી' ખાવાની ઉમદા 'વિશ્વગુરૂ' લાયકાત?
ઓપરેશન જંગલેશ્વર ડિમોલેશન- સિઝન ર થી અનંત? નાચ મેરી બુલબુલ પૈસા મિલેંગા, કહાં કદરદાન તુમ્હે ઐસા મિલેંગા (!!!)

આપણા રાજકોટના બહુચર્ચિત અને બહુવિવાદીત તથા બહુપ્રચારીત જંગલેશ્વર ડિમોલેશન કાંડમાં આજકાલ નવો મસ્ત ''ટનઆઉટ'' થય ગયો છે. અધિકારીઓ અપરાધીની ભુમિકામાં છે. વર્તમાનપત્રો રાબેતા મુજબ અને પુરેપુરી સંનિષ્ઠતાથી મહાકાય કે ભીમકાય (ખાવાની વાત આવે ત્યારે ભીમ પહેલા યાદ આવે) આ કોૈભાંડને ખુલ્લુ પાડી પ્રજાકીય ન્યાય માટે લડત આપી રહયા છે. ઉપરોકત ગીત સદાબહાર કિશોરકુમારના કંઠે ગવાયેલુ છે પણ ઉપરોકત સુચિતાર્થમાં તદન ફીટ બેસે તેવો આલમ છે. તે સંજોગોમાં હાલમાં તપાસ ચાલુ થઇ છે. ''જવાબદારોને બહ્મવામાં નદી આવે'' આ કાયમી ડાયલોગ સતાધિશો બોલીને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહયા છે. ત્યારે આ પ્રયત્ન પાછળની સંનિષ્ઠતા રાજકોટના મેયર શ્રી નેહલભાઇએ દેખાડી છે. નેહલભાઇ પાસેથી ઘણી અપેક્ષા છે મોવડીમંડળને પણ હશે તેથી જ કદાચ ''વાયલ્ડકાર્ડ એન્ટ્રી''થી તેમને પ્રથમ કોર્પોરેટર અને ત્યારબાદ મેયર બનાવવાનું નકકી કર્યુ. નેહલભાઇ તો આ પ્રકરણમાં નિષ્ઠાપુર્વક જે કંઇ થતુ હોય તે કરવાનો પ્રયત્ન કરશે પણ ગાંધીનગરના આર્શિવાદ નીચે થયેલુ આ ઓપરેશન (?) કેટલા અસરકારક અને જોરદાર એકશન લેશે તે હવે જોવાનું રહ્યું.
કાજુ કતરી, ખજુર રોલ, સરબત, ઠંડા પાણી, જમવાનું, નાસ્તો બધુ જ થઇ ગયુ ત્યારે એ પુછવાનું મન થાય કે કોના (....?) ની જાન આવવાની હતી? હજી કંઇક બાકી હોય તો ડિમોલેશન સાઇટ ઉપર મુજરા પણ ગોઠવી દેવા તા ને ભલામાણસ ? કોણ રોકતુ હતું...?
આવી અને આ પ્રકારની અને આટલા 'કેલિબર' (?!) ની નફફટાઇ, કયાં પહેલા જોઇ છે? ખરેખર તો 'છપ્પનની છાતી' તો આ કૌભાંડિયાઓની ગણાવી પડે. કહેવાય છે કે, ગરીબોની હાય કોઇ દિવસ ખાલી ન જાય તે ન્યાયે આ કૌભાંડનો પર્દાફાશ તો થયો છે પણ આગળના પરિણામોમાં અસરગ્રસ્તો અને રાજકોટની જનતાને રસ છે.
તપાસના નાટકો જનતાએ બહુ જોયા છે. બધુ પહેલેથી જ 'સ્ક્રિાટેડ' હોય છે. દરેક ચાલ નકકી હોય છે અને છેવેટે 'મોહરાને ભોગે વજીરો બચી જાય છે. 'ચેકમેટ'. આવી ગેમના આધારે અને અનુભવે જો આમાં તપાસ થવાની હોય તો ? અસલી ખેલાડીઓ વેપારીઓ, કોન્ટ્રાકટરો, દલાલો, વચેટીયા વગેરે લગભગ બચી જવાના હોય તો. 'મહેરબાની કરીને રાજકોટની જનતાની કોણીએ 'તટસ્થ તપાસ' નો ગોળ ન ચોંટાડવા સંબંધિતોને જાહેર અનુરોધ છે.
એક વાત માન નરેન્દ્રભાઇને કહેવાનુ મન થાય છે કે વિકાસની લ્હાયમાં અને ઉત્સાહમાં તેઓ વિકાસની 'સિસ્ટર કર્સન્ન) તેવા ભ્રષ્ટાચારને ઓછો આંકવામાં કે નાથવામાં ઉણા ઉતર્યા હોવાનું ગમે તેને લાગે તો ખોટુ નથી તેમ નથી લાગતુ? (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર)
માત્ર રાજકોટની વાત નથી. દરરોજ ગુજરાતમાં કૌભાંડોની નવી સીરીઝ અચુકપણે બહાર પડે છે. નબળી નેતાગીરી મંદિરોમાં દર્શન કરવામાંથી ઉંચી આવતી નથી. લોકો હેરાન-પરેશાન છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ મહિલાઓ બધા જ વર્ગના લોકો ત્રસ્ત છે. તેવા સંજોગોમાં નરેન્દ્રભાઇની જવાબદારી (નૈતીક રીતે) કંઇ જ નથી બનતી.? વારંવાર ગુજરાતની 'ઉડતી મુલાકાતો' લઇને (હાલમાં સાણંદની સફરે) ગુજરાત બરોબર થઇ જશે?
તેમણે હાલના નેતૃત્વને મંદિરોમાં દર્શન કરવા સત્તા સોંપી છે કે પ્રજાના કામ કરવા? આનો જવાબ જનતાને મળવો જોઇએ.
છેલ્લે એક વાત :- વિદેશોમાં 'મેલોડી' ખવડાવીને મધુર હાસ્ય (?!!)નું પુણ્ય (?!) કમાવવાને બદલે ગુજરાતીઓને નિરાંત અને નશામુકત, ભ્રષ્ટાચાર મુકત વહીવટની ચોકલેટ ખવડાવવાની તાકીદે જરૂર
હોવાનું નથી લાગતું...?
આશિષ યોગેન્દ્ર દવે
(3:56 PM IST)










