<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

વસતિ ગણતરીઃ રાજયમાં રાજકોટ બીજા નંબરે ઓનલાઇનમાં ૧૦ હજારનું સેન્‍સેસ પૂર્ણ કરાયું

લોકો પોર્ટલ પર જઇને સેલ્‍ફ એન્‍યુમરેસન કરેઃ કલેકટરની અપીલ...

રાજકોટ, તા.૨૧: ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ‘જનગણના-૨૦૨૭' અંતર્ગત ગુજરાત રાજ્‍યમાં ‘સ્‍વ-ગણતરી' પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા ૧૭ થી ૩૧ મે દરમિયાન ચાલશે. કલેક્‍ટરે પોતે સેલ્‍ફ એન્‍યુમરેશન કર્યા અંગેનો ફોટો બતાવી કહ્યું કે, લોકો ઝડપથી ઓનલાઇન સ્‍વગણના કરે જેથી વસ્‍તી ગણતરી સરળતાથી થઈ શકે. રાજકોટ શહેર અને જિલ્લામાં ૭૬૧૦ ગણતરીદારો દ્વારા પ્રથમ તબક્કાની ઘર ગણતરી કરવામાં આવશે.  કલેકટરે જણાવ્‍યું કે રાજકોટ જિલ્લો આ પ્રક્રિયામાં અત્‍યંત ઝડપથી આગળ વધી રહ્યો છે.

ગઈકાલ સાંજ સુધીમાં રાજકોટમાં ૧૦,૦૨૧ પરિવારોનું ડિજિટલ સેન્‍સસ પૂર્ણ થઈ ચૂકયું છે. સમગ્ર ગુજરાત રાજ્‍યમાં અમદાવાદ પછી રાજકોટ જિલ્લો સેલ્‍ફ-એન્‍યુમરેશન (સ્‍વ-ગણતરી) કરવામાં બીજા ક્રમે છે.

કલેકટરે રાજકોટના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ  પોર્ટલ પર જઈને પોતાની માહિતીનું સેલ્‍ફ-એન્‍યુમરેશન કરી શકે છે. સેલ્‍ફ-એન્‍યુમરેશન પૂર્ણ કર્યા બાદ જે ૧૬ અંકનો થી શરૂ થતો નંબર મળે, તેને સાચવીને રાખવો. જ્‍યારે ગણતરીકાર  ઘરે આવે ત્‍યારે આ નંબર બતાવવો અનિવાર્ય છે.

(3:45 PM IST)