<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

મ્‍યુનિ. કોર્પોરેશનની ૧પ સમિતિના ચેરમેનોએ વાજતે-ગાજતે ચાર્જ સંભાળ્‍યો

નવનિયુકત ચેરમેન-ચેરપર્સનોને મેયર-શહેર ભાજપ પ્રમુખ-ધારાસભ્‍યો દ્વારા શુભેચ્‍છા પાઠવાઇ

રાજકોટઃ મહાનગરપાલિકાની વિવિધ ૧૫ સમિતિઓના ચેરમેન અને ચેરપર્સનોની તાજેતરમાં થયેલી નિમણૂક બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા શુભેચ્‍છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવા મોટી સંખ્‍યામાં પક્ષના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરો ઉમટી પડતાં કાર્યક્રમસ્‍થળે ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અને શહેરના અગ્રણીઓ, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરો તથા મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ નવા ચેરમેન-ચેરપર્સનોને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરીને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી અને આગામી સમયમાં શહેરના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળે તેવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્‍સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને નવા હોદ્દેદારોનું કાર્યકરોએ ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. રાજકોટ મનપાની વિવિધ પેટા કમિટીઓના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ગત અઠવાડીયે જાહેરાત કરવામાં આવી હતી. ત્‍યારે આજે તમામ વાજતે-ગાજતે ચાર્જ સંભાળ્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરોમાં મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજકોટ-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, સ્‍ટે.ચેરમેન પરેશ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, શાસક પક્ષ નેતા હિરેનભાઇ ખીમાણીયા, મહામંત્રી લલીતભાઇ વાડોલીયા સાથે વિવિધ સમિતીઓના ચેરમેનો દર્શાય છે. જયારે નિચેની તસ્‍વીરોમાં ચેરમેનોને શુભેચ્‍છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્‍ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના દર્શાયછે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:41 PM IST)