News of Thursday, 5th November 2026
પિતાએ ૩૦ હજારનો નવો મોબાઇલ લેવાની ના પાડતાં ચંદ્રેશે ઝેર પીધું
સાયલાના મોરસણનો યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૫: આજના સમયમાં મોબાઇલ એક અનિવાર્ય અંગ સમાન બની ગયો છે. ઘણીવાર નવો મોબાઇલ લેવા મામલે ઘરમાં સદસ્યો વચ્ચે માથાકુટ પણ થતી હોય છે. આવા જ એક બનાવમાં સાયલાના મોરસણ ગામે રહેતાં યુવાનને પિતાએ ત્રીસ હજારનો નવો ફોન લેવાની ના પાડતાં માઠુ લાગી જતાં તેણે આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. મોરસણ રહેતો ચંદ્રેશ ચનાભાઇ વાવડીયા (ઉ.વ.૧૯) ઝેરી દવા પી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. તે ભાઇમાં મોટો છે. અભ્યાસ પુરો કર્યા બાદ હાલ ખેતીમાં પિતાને મદદ કરે છે. તેને ત્રીસેક હજારનો નવો મોબાઇલ લેવો હોઇ પિતાએ હાલમાં નહિ પછી લઇશું તેમ કહેતાં તેને માઠુ લાગી જતાં ઝેર પી લીધાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી.
(2:27 PM IST)










