તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વેળાએ નાસ્તાના ખર્ચની તપાસ સમિતિમાં ફેરફાર; હવે કેતન જોશી તપાસ સમિતિના નવા અધ્યક્ષ
કેતન જોશીની અધ્યક્ષતામાં સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ સમિતિ રચાયાના માત્ર બે દિવસમાં જ અધ્યક્ષ બદલાતા અનેક તર્ક-વિતર્ક શરૂ

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા નાસ્તાના ખર્ચના વિવાદને લઈને તપાસ શરૂ થાય તે પહેલાં જ તપાસ સમિતિના અધ્યક્ષમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સી.કે. નંદાણીના સ્થાને હવે કેતન જોશીની તપાસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેતન જોશીની અધ્યક્ષતામાં સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ સમિતિ રચાયાના માત્ર બે દિવસમાં જ અધ્યક્ષ બદલાતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. નોંધનીય છે કે કેતન જોશી હાલ PGVCLના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમની પાસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ પણ છે.
(1:42 PM IST)










