<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

સસ્‍તા અનાજના દુકાનદારોને માર્ચ મહીનાનું કમિશન મળ્‍યું નથી : ભારે દેકારો : DSOને આવેદન

એપ્રીલનું પણ કમિશન સમયસર ચૂકવવા રજૂઆત : અન્‍ય પ્રશ્‍નો અંગે પણ ચર્ચાઓ કરી...

રાજકોટ, તા.૪: સસ્‍તા અનાજના દુકાનદાર એસો.એ જીલ્લા પૂરવઠા અધિકારીને આવેદન પાઠવી માર્ચ-૨૦૨૬નું બાકી કમિશન ચૂકવવા, એપ્રિલ માસનું કમિશન સમયસર મળવા તથા અન્‍ય પડતર પ્રશ્‍નોના નિરાકરણ બાબતે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, અમે રાજકોટ શહેર વ્‍યાજબી ભાવના દુકાનદાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્‍યો છીએ. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જનતાને અનાજ વિતરણ કરવાની જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છીએ. આ પત્ર દ્વારા અમે આપનું ધ્‍યાન નીચે મુજબના અગત્‍યના પ્રશ્‍નો તરફ દોરવા માંગીએ છીએ.

જેમાં માર્ચ-૨૦૨૬નું બાકી કમિશનર્ઃં કેન્‍દ્ર સરકારના હસ્‍તક આવતું માર્ચ-૨૦૨૬નું અમારું જે કમિશન બાકી છે, તે હજુ સુધી મળેલ નથી. કમિશનની રકમ સમયસર ન મળવાને કારણે દુકાનદારોને આર્થિક ભીંસ અને વહીવટી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, બાકી રહેલ કમિશનની રકમ વહેલી તકે ચૂકવવા વિનંતી છે. તે ઉપરાંત એપ્રિલ માસનું કમિશન પણ સમયસર મળી રહે તેવી યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા નમ્ર અપીલ છે, જેથી દુકાનદારોને સતત કામગીરી કરવામાં પ્રોત્‍સાહન મળી રહે. આ ઉપરાંત એસોસિએશનના જે અન્‍ય વિવિધ પડતર પ્રશ્‍નો છે, તે બાબતે પણ આપશ્રી દ્વારા સકારાત્‍મક વિચારણા કરીને નિવારણ લાવવામાં આવે તેવી અપેક્ષા છે.

અમે આશા રાખીએ છીએ કે આપશ્રી ઉપરોક્‍ત રજૂઆતો પર ગંભીરતાપૂર્વક ધ્‍યાન આપીને તાત્‍કાલિક અસરથી યોગ્‍ય કાર્યવાહી કરશો. આવેદનમાં દેવામાં  હિતુભા જાડેજા, ર્ંજીવાભાઈ સોલંકી, ચિરાગભાઈ રાઠોડ અને અન્‍યો જોડાયા હતા.

(2:35 PM IST)