<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ફુડ શાખાની મીઠાઇ-ફરસાણના વેપારીઓને ત્‍યાં ચેકીંગઃ ૪૯ નમુના લેવાયા

મનપા દ્વારા તહેવારોને ધ્‍યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્‍તારોમાં સર્વેલન્‍સ ચેકીંગ : પનીર-ગાયનું ઘી-આઇસ્‍ક્રીમ સહિત પ નમુના નાપાસઃ ૩૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ, તા. ૧૬: મનપાના ફુડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૮ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૩૩ કિલો અખાદ્ય/વાસી/એક્‍સપયાર્ડ જથ્‍થાનો નાશ કરવામાં આવેલ જે પૈકી કુલ-૦૩ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ  કુલ રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ મીઠાઇ તથા ફરસાણના તથા કુલ ૪૯ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. જયારે પ નમુના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા શ્રી અમૃત ડેરીફાર્મ એન્‍ડ આઇસ્‍ક્રીમ, બજરંગવાડી ચોક, પ્‍લોટ નં. ૫૭/એ, ગ્રા.ફલોર દુકાન નં.-૧, જામનગર રોડ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  પનીર(લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટ નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ ફોરેન ફેટ(VEGETABLE FAT) ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા જય ધારેશ્વર ડેરીફાર્મ, ગ્રીનપાર્ક, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ(ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ૅજલારામ ઘી ડેપો, વિનાયક નગર, ઉદયનગર-૧, અક્ષર પ્‍લાસ્‍ટિકની સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  "NAMEET" COW'S PURE GHEE (500 ML PKD JAR)" નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ(VEGETABLE FAT) ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા કનૈયા ડેરીફાર્મ, દિનદયાળ ઇન્‍ડ. એરિયા-૧, શેરી નં-૩, આજીડેમ ચોકડી પાસે મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  ૅશુદ્ધ ઘી (લૂઝ)ૅનો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (VEGETABLE FAT) અને તલના તેલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા શ્રી બાલાજી કોઠી આઇસ્‍ક્રીમ, વ્રજ અક્ષર શોપ નં.૩, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી,  મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શ્રધ્‍ધા કોઠી આઇસ્‍ક્રીમ (મેંગો) (From 4.6 kg pkd)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડસ અને મિલ્‍ક ફેટ નું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

દાસ ડિપાર્ટમેન્‍ટ સ્‍ટોરઃ પ્રેરણા કોમ્‍પ્‍લેક્‍સ, શોપ નં. ૧ થી ૪, તિરુપતિ નગર-૨, હનુમાન મઢી ચોક પાસે, રૈયા રોડ, એક્‍સપાયરી ડેટ વીતેલ ફરસાણના પેકેટ, ચિયા સીડ્‍સ, મીઠાઇ નો કુલ ૧૬ કિલો જથ્‍થો સ્‍થળ પર નાશ કરેલ તેમજ (૧)મસાલા સેવ (ફરસાણ લુઝ) (૨)મેથી પુરી (ફરસાણ લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

પ્રભાવી એન્‍ટરપ્રાઇઝ (જાની લોચો એન્‍ડ ખમણ હાઉસ) સફળ -૨ આરએમસી કમિશનર બંગલા સામે, રામકળષ્‍ણનગર મેઇન રોડને નોટિસ આપેલ તેમજ ફૂગ વાળી ડુંગળી, ફ્રિજમાં સંગ્રહાલ પડતર સમોસા, ફ્રીજમાં રાખેલ ખમણ ફુલ મળીને ૧૭ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરેલ (૧)સુરતી લોચો (પ્રીપેડ ફૂડ લુઝ) (૨)કોથમીરની ચટણી (લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

ઉપરાંત જીજે-પ સેન્‍ડવીચ એન્‍ડ પીઝા, સાઈ વિનાયક એપાર્ટમેન્‍ટ ગ્રા.ફલોર શોપ નં. ૪-૫, જ્‍યોતિનગર ચોક, જ્‍યોતિનગર મેઈન રોડ, કાલાવડ રોડ. પેઢીને હાઇજીનીક કન્‍ડિશન, સ્‍ટોરેજ તેમજ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ. રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ પેઢીમાંથી વાનગી બનાવવા વપરાશમાં લેવાતા (૧)બટર (લુઝ) તેમજ (૨)પનીર (લુઝ) ના નમૂના લેવામાં આવેલ.

જય સીયારામ ફરસાણઃ બાલમુકુંદ સોસાયટી, શેરી નંબર ૬, નિર્મલા રોડ (૧)રાજગરાનો ચેવડો (ફરસાણ લુઝ) (૨)માંડવી પાક (મીઠાઈ લુઝ)ના નમૂનો લેવામાં આવેલ.

હર ભોલે ડેરીફાર્મઃ મહેતા કોમ્‍પ્‍લેક્‍સ, ગ્રાઉન્‍ડ ફલોર, શોપ નં -૪ હનુમાન મઢી પાસે, રૈયા રોડ ખાતેથી (૧)ઘારી મીઠાઈ (લુઝ) (૨)પિસ્‍તા લાડુ (મીઠાઈ લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

શ્રીહરિ નમકીન એન્‍ડ સ્‍વીટ્‍સઃ મારુતિ બિલ્‍ડીંગ, કોટેચા ચોક, નિર્મલા રોડ ખાતેથી (૧)ડબલ લોંગ સેવ (લુઝ) (૨)રતલામી સેવ (લુઝ) (૩)ભુજીયા સેવ (લુઝ) (૪)ગુલાબ જાંબુ (મીઠાઈ લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

પારસ સ્‍વીટ માર્ટઃ તિરુપતિ ચેમ્‍બર, હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતેથી (૧)તીખી સેવ બુંદી (ફરસાણ લુઝ) (૨)પૌવાનો ચેવડો (ફરસાણ લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

શ્રી મુરલીધર ફરસાણ એન્‍ડ સ્‍વીટ માર્ટઃ તિરુપતિ ચેમ્‍બર ,હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતેથી (૧)મીઠા સાટા(મીઠાઈ લુઝ) (૨)સંચળ વાળી સેવ (ફરસાણ લુઝ) ના નમૂનો લેવામાં આવેલ. 

જયારે કચ્‍છ ખાવડાવાળા સ્‍વીટ એન્‍ડ નમકીનઃ ૪-અક્ષર હાઉસ, નિર્મળા રોડ ખાતેથી (૧)કેસર પેંડા (લુઝ) (૨)કાજુ કત્રી (લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

સદગુરુ સ્‍વીટ એન્‍ડ નમકીનઃ તિરુપતિ-૪ કોર્નર, રૈયા રોડ ખાતેથી (૧)રામવાણી નમકીન ફરાળી બાઇટ (૯૦ળિં ષ્ટત્ત્ફુ) (૨)મીઠા સકરપારા (લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

ઠક્કર સ્‍વીટ એન્‍ડ નમકીનઃ રૈયા ચોક પાસે, રૈયા રોડ ખાતેથી (૧)ચણાનો મેસુબ (લુઝ) (૨)ટોપરા પાક (લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

ઠક્કર ગળહ ઉદ્યોગઃ ગાંધીગ્રામ, એસ.કે ચોક ખાતેથી (૧)મીઠા સાટા (લુઝ) (૨)મોહનથાળ (લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.

યોગી ફરસાણ માર્ટઃ ખીજડા વાળો મેઇન રોડ, ૪૦ રોડ, ચંદ્રેશ નગર ખાતેથી (૧)તીખા ગાંઠિયા (લૂઝ) (૨)જલેબી(લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

હર ભોલે ફરસાણઃ ખીજડા વાળો મેઇન રોડ, ૪૦ રોડ, ચંદ્રેશ નગર ખાતેથી (૧)પાપડી(લૂઝ) (૨)જલેબી(લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

પટેલ ડેરી ફાર્મઃ ખીજડા વાળો મેઈન રોડ, ચંદ્રેશ નગર, ૪૦ રોડ ખાતેથી (૧)માર્શલ બરફી નો નમૂનો લેવામાં આવેલ.

ન્‍યુ શ્રીજી ડેરી ફાર્મઃ રીયલ કોર્નર, દુકાન નંબર ૧૪, અંબિકા ટાઉનશીપ, શેરી નંબર -૪ ખાતેથી (૧)ટીકડી સાટા, નો નમૂનો લેવામાં આવેલ. 

બજરંગ ફરસાણઃ અંબિકા ટાઉનશીપ શેરી નંબર-૪ ખાતેથી (૧)માખણીયા ગાંઠીયા(લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

શ્રી મહાજન ફરસાણઃ નમકીનઃ જી-૩, કસ્‍તુરી કેસલ,૬૦ ફુટ રોડ, જીવરાજપાર્ક ખાતેથી (૧)જલેબી (લૂઝ)(૨)મોળા સાટા(લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

શ્રી રાધેક્રિષ્‍ના ડેરીફાર્મઃ સિદ્ધિ એમ્‍પાયર, કસ્‍તુરી કેસલની સામે, અંબિકા ટાઉનશિપ ખાતેથી (૧)કેસર ડ્રાયફ્રુટ ઘારી(લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

ઘનશ્‍યામ ડેરી ફાર્મઃ ગ્રીનસીટી, ૮૦ ફુટ રોડ, પુનિત નગર ખાતેથી (૧)મોળા સાટા(લૂઝ) (૨)સેવ બુંદી(લૂઝ) ના નમૂનો લેવામાં આવેલ.

સોમનાથ ફરસાણઃ પુનિત નગર, શેરી નંબર -૩ નો ખૂણો ખાતેથી (૧)તીખી પાપડી(લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

શ્રી શક્‍તિરાજ સ્‍વીટ એન્‍ડ નમકીનઃ લક્ષ્મીવાડી-૧૪ કોર્નર, લક્ષ્મીવાડી મેઇન રોડ ખાતેથી (૧)ફાફડા ગાંઠીયા (લુઝ) (૨)મીઠા સાટા (મીઠાઈ લુઝ) ના નમુના લેવામાં આવેલ.

કૈલાશ ફરસાણ માર્ટઃ ૧૨-સરદાર નગર, આશિષ કોમ્‍પલેક્ષ, સરદારનગર મેનરોડ ખાતેથી (૧)ફાફડા ગાંઠીયા (લુઝ) (૨) જલેબી (લુઝ) ના નમુના લેવામાં આવેલ.

શ્રી પંચનાથ નમકીન સેન્‍ટરઃ સદર બજાર મેઇન રોડ, વિનોદ બેકરી સામે ખાતેથી (૧)ફાફડા ગાંઠીયા (લુઝ) (૨) જલેબી (લુઝ) ના નમુના લેવામાં આવેલ.

બજરંગ ફરસાણઃ માલાણી કોમ્‍પલેક્ષ, કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલ સામે ખાતેથી (૧)ફાફડા ગાંઠીયા (લુઝ) (૨)જલેબી (લુઝ) ના નમુના લેવામાં આવેલ.

જલિયાણ ફરસાણઃ ગાયત્રીનગર ૧/૧૦, ગાયત્રીનગર મેઇન રોડ ખાતેથી (૧)ફાફડા ગાંઠીયા (લુઝ) (૨) જલેબી (લુઝ) ના નમુના લેવામાં આવેલ.

નેશનલ ચાઈનીઝ એન્‍ડ પંજાબી રેસ્‍ટોરન્‍ટઃ જ્‍યોતિનગર ચોક, ક્રિસ્‍ટલ મોલ પાછળ, જ્‍યોતિ નગર મેઇન રોડ ખાતેથી હાઇજીનીક કન્‍ડિશનમાં સ્‍ટોરેજ તેમજ FIFO મુજબ સ્‍ટોરેજ વ્‍યવસ્‍થા જાળવવા બાબતે નોટિસ આપેલ.

(3:05 PM IST)