તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દોઢી રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૧પઃ રાજકોટના કણકોટ ગામના રહેવાસીને ચેક બાઉન્સના કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફરમાવી હતી.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહેવાસી વિરભાનુભાઇ દેવદાનભાઇ ચાવડાએ કણકોટના રહેવાસી અલ્પેશ રમણીકભાઇ લખતરીયાને મિત્રતાના દાવે હાથ ઉછીના રૂ. ૩ લાખ આપેલા જે પરત માંગતા અલ્પેશ રમણીક લખતરીયાએ ફરીયાદી વિરભાનુભાઇને લેણી રકમના પેટે ચેક આપેલ. જે ચેક લેણી રકમ વસુલ થયા વગર પરત ફરતા ફરીયાદીએ કણકોટના રહેવાસી અલ્પેશભાઇ વિરુદ્ધ રાજકોટની કોર્ટમાં નેગો એકટ મુજબ ફરીયાદ કરેલ.
આ કેસ ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી દ્વારા લેખીત તેમજ મૌખીક નામદાર વડી અદાલતનાં ચુકાદાઓ ટાંકવામાં આવેલ જે ચુકાવાઓને ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ અલ્પેશભાઇ રમણીકભાઇ લખતરીયાને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમથી દોઢી રકમનું વળતર ચુકવી આપવાનો આદેશ કરેલ છે.
આ કામમાં ફરીયાદી વતી છત્રપતી એસો.ના એડવોકેટ હાર્દિક એન. મહેતા, અભય એચ. ખખ્ખર, કપીલ જી. કોટેચા અને મોહિત બી. ધોળકીયા-આસિસ્ટન્ટ રોકાયેલા હતા.
હાર્દિક એન. મહેતા
અભય એચ. ખખ્ખર
(4:33 PM IST)










