તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 11th September 2026
રાજકોટમાં ચેસની બાજી જામશેઃ મનપા યોજશે‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ'
U-11 અને U-16ના ખેલાડીઓ વચ્ચે બુદ્ધિ-કૌશલ્યનો જંગ : ૨૭ સપ્ટેમ્બરે આયોજન બંને કેટેગરીના ટોપ-૫ વિજેતાઓને રોકડ ઈનામ સાથે શિલ્ડઃ દરેક સ્પર્ધકને પ્રમાણપત્રઃ આજથી ૧૯ સુધી રજિસ્ટ્રેશનનો પ્રારંભ

રાજકોટ, તા.૧૧: શહેરના ચેસપ્રેમી બાળકો માટે મહાનગરપાલિકા દ્વારા રમતની સાથે બુદ્ધિ અને કૌશલ્ય અજમાવવાની તક ઊભી કરવામાં આવી છે. બાળકો અને યુવા ખેલાડીઓમાં ચેસ પ્રત્યે રસ વધે અને ઉભરતી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ' નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૭ સપ્ટેમ્બર, રવિવારે સવારે ૮ વાગ્યાથી કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે ચેસની બાજી જામશે.
ટુર્નામેન્ટમાં ૩થી ૧૧ વર્ષના U-11 અને ૧૧થી ૧૬ વર્ષના U-16 એમ બે કેટેગરીમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે આજ તા. ૧૧ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી સવારે ૧૦:૩૦થી સાંજે ૬ વાગ્યા દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકાશે. રજિસ્ટ્રેશન માટે રૂ. ૫૦ની રિફન્ડેબલ ફી રાખવામાં આવી છે.
રજિસ્ટ્રેશન વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ-રેસકોર્ષ, સરદાર પટેલ તાાનાગાર-કોઠારિયા રોડ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-મવડી તથા ગેસફોર્ડ ટોકીઝ સામે ગેસફોર્ડ ચેસ ક્લબ ખાતે થઈ શકશે.
બંને કેટેગરીમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર ખેલાડીઓને અનુક્રમે રૂ. ૩૧૦૦, રૂ. ૨૫૦૦, રૂ. ૨૧૦૦, રૂ. ૧૫૦૦ અને રૂ. ૧૧૦૦નું રોકડ ઈનામ તથા શિલ્ડ આપવામાં આવશે. ભાગ લેનારા દરેક ખેલાડીને પ્રમાણપત્ર અપાશે. ઉપરાંત તમામ સ્પર્ધકો માટે સવારના નાસ્તા અને બપોરના ભોજનની વ્યવસ્થા પણ મનપા દ્વારા કરવામાં આવશે. મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડાઙ્ઘ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટે રાજકોટના ચેસપ્રેમી બાળકોને વધુમાં વધુ સંખ્યામાં ટુર્નામેન્ટમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
(3:21 PM IST)










