<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ફર્સ્ટ ટાઈમ વોટર્સને ચેતેશ્વરની અપીલ અચૂક મતદાન કરવા વિખ્યાત ક્રિકેટરનો સંદેશ

 

રાજકોટ, તા.૨૫: પહેલી વાર મત આપવાનો રોમાંચ અને ઉત્સાહ અલગ જ હોય છે. મને પણ પહેલી વાર મતાધિકાર મળ્યો ત્યારે મત આપવાનો ખૂબ રોમાંચ થયો હતો અને મેં ઉત્સાહ સાથે મત આપ્યો હતો. તમે પણ મત જરૂરથી આપજો... આ શબ્દો છે રાજકોટના વતની અને જાણીતા ક્રિકેટર, રાજ્ય ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ચેતેશ્વર પુજારાના. તેમણે ફર્સ્ટ ટાઈમ-વોટર્સને ૨૬મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કરવા ખાસ અપીલ કરી છે.

ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે, મતાધિકાર મળતાં યુવાનો જવાબદાર નાગરિક બન્યા છે. મત આપવો એ આપણી જવાબદારી છે. યુવાનો મત જરૂરથી આપજો. પહેલી વાર મતદાનનો તો રોમાંચ અને ઉત્સાહ અનેરો જ હોય છે, તો બધા યુવાનો ઉત્સાહથી મતદાન કરજો.

(3:53 PM IST)