તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
આજી ડેમ ખાતે લોક આસ્થાનો મહાપર્વ છઠ પૂજા, શ્રદ્ધાળુઓએ ઉગતા સૂર્યને અર્પણ કર્યું અર્ઘ્ય

રાજકોટઃ લોક આસ્થા, સૂર્ય ઉપાસના, પવિત્રતા અને સમર્પણના ચાર દિવસીય મહાપર્વ ‘છઠ પૂજા'નો ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે જ હર્ષોલ્લાસ સાથે સમાપન થઈ ગયું. આજી ડેમ પર સ્થિત ઘનશ્યામ મિશ્રાજી ઘાટ પર આ પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી. છઠ મહાપર્વના ત્રીજા દિવસે અસ્તાચલગામી (આથમતા) સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી વ્રતી મહિલાઓએ નદી તટ પર છઠી મૈયાનું સ્વાગત કર્યું અને દીવા પ્રજ્વલિત કરી તેમને પોતાના ગળહ -વેશ કરાવ્યા, ત્યારબાદ ઘરોમાં ‘કોસી પૂજન'નું પવિત્ર અનુષ્ઠાન સંપન્ન થયું હતું.
મહાપર્વના ચોથા અને અંતિમ દિવસે વ્હેલી સવારે વ્રતધારી મહિલાઓએ સૂર્યોદયની સાથે જ દૂધ અને જળથી અર્ઘ્ય આપીને પોતાના ૩૬ કલાકના નિર્જલા વ્રતનું પારાયણ કર્યું.
આજી ડેમ ઘાટ પર અર્ઘ્યદાન પછી શ્રદ્ધાળુઓએ પરિસરમાં બનેલા પંડાલના દર્શન કર્યા, જ્યાં સૂર્યદેવ અને છઠી મૈયાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ આયોજન સૂર્ય પૂજા સેવા સમિતિના બેનર હેઠળ કરવામાં આવેલ.
આ મહાપર્વને સફળ બનાવવામાં રાની મિશ્રા, નીતુ સિંહ, ઉર્મિલા યાદવ, અર્ચના મિશ્રા, શીલા ગિરી, સીમા દેવી, ઇંદ્રાસન દેવી, સુમિત્રા દેવી તેમજ ઘનશ્યામ મિશ્રા, ધનંજય સિંહ, આનંદ સિંહ, વિકાસ પંડિત, રાજુ જયસ્વાલ, દેવેન્દ્ર યાદવ, કળષ્ણ ગુપ્તા, રાજીવ સિંહ, રાકેશ સિંહ વગેરેએ જહેમત ઉઠાવી હતી
(2:20 PM IST)










