News of Wednesday, 4th November 2026
સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા ૧૫-૧૬મીએ છઠ્ઠ પૂજા મહોત્સવ

રાજકોટ, તા.૪: સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી ૧૫ અને ૧૬ નવેમ્બર એ આજી ડેમ ખાતે યોજાશે. સૂર્યપૂજા સેવા સમિતિ, રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ છઠ્ઠ પૂજાના પાવન મહાપર્વની ભક્તિમય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
છઠ્ઠ પૂજા એ ભારતીય સંસ્કળતિ, આસ્થા, શ્રદ્ધા અને પ્રકળતિ પ્રત્યેની કળતજ્ઞતા વ્યક્ત કરતું અત્યંત પવિત્ર મહાપર્વ છે. આ પર્વમાં ભગવાન સૂર્યનારાયણ અને છઠ્ઠી માતાની ઉપાસના કરવામાં આવે છે. સૂર્યદેવ જીવન, ર્જા, આરોગ્ય અને સમળદ્ધિના પ્રતીક છે. આ પર્વ નિમિત્તે વ્રતધારીઓ દ્વારા કઠિન નિર્જળ ઉપવાસ રાખી જળાશયના કિનારે ભા રહી અસ્તાયળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. પરિવારની સુખ-સમળદ્ધિ, સંતાનના સુખી જીવન, સારા સ્વાસ્થ્ય અને સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
રાજકોટમાં આ ધાર્મિક અને સાંસ્કળતિક પરંપરાને જીવંત રાખવાના ઉમદા હેતુથી સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી સતત છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલતી આ પરંપરા સમાજની એકતા, શ્રદ્ધા અને સંસ્કળતિ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક બની રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મહાપર્વમાં સહભાગી બની ધર્મલાભ લે છે.
મહોત્સવના કાર્યક્રમની વિગતી તારીખઃ૧૫/૧૧/૨૦૨૬ (રવિવાર) સમયઃ બપાર ૦૩:૦૦ થા સાજ ૦૭:૦૦ કલાક સુધી. તારીખઃ ૧૬/૧૧(સોમવાર) સમયઃ સવારે ૦૫:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાશે.
આ બંને દિવસ દરમિયાન સમાજના તમામ ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ ભક્તિભાવપૂર્વક છઠ્ઠી માતાની પૂજા-અર્ચના કરશે તથા અસ્તાયળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ, સમળદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરશે.
સમગ્ર મહોત્સવનું આયોજન સૂર્યપૂજા સેવા સમિતિ, રાજકોટના અધ્યક્ષ ધનંજય સિંહ તથા સચિવ આનંદસિંહ ઠાકુરની આગેવાની, રાહબરી અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. મહોત્સવને સફળ બનાવવા માટે સમિતિના કાર્યકર્તાઓ ધનશ્યામ મિશ્રા, વિકાસ પંડિતજી, કળષ્ણા ગુપ્તા, રાજુ શર્મા, રાજુ જાયસવાલ, શૈલેષ સિંહ, અનિલ યાદવ રાકેશ સિંહ, સુધીર ઠાકુર અને દેવેન્દ્ર યાદવ સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:46 PM IST)










