તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શને ઇન્કમટેક્સના ચીફ કમિશનર સતીશ કુમાર ગોયલ

રાજકોટ, તા.૧૪: લાખો ભક્તોના આસ્થાકેન્દ્ર સમાન ભૂપેન્દ્ર રોડ સ્થિત કરણસિંહજી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં બિરાજમાન શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શને રાજકોટ આવકવેરા વિભાગના મુખ્ય આયકર આયુક્ત સતીશ કુમાર ગોયલ ચીફ ગેસ્ટ તરીકે દર્શનાર્થે પધાર્યા હતા. તેમની સાથે પી.એ. પ્રજ્ઞેશભાઈ રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ શ્રી બાલાજી હનુમાનજીદાદાના દરબારમાં આસ્થાભેર શીશ ઝુકાવી દિવ્ય દર્શન કર્યા હતા અને મંગલમય સંધ્યા આરતીનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો.
સરકારી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી શ્રી બાલાજી હનુમાનજી દાદાના ચરણોમાં વંદના કરી શ્રી ગોયલે પરમ શાંતિ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી.મંદિરના આયોજક મહંત શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા બંને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીઓએ દાદાની વિશેષ કળપા તેમના પર સદાય બની રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા
(3:52 PM IST)










