તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ઢોલના તાલે ડોલે બાળાઓ, રોકડિયા હનુમાનના આંગણે ગરબાની રમઝટઃ ભીલવાડા ચોકમાં ૫૨ વર્ષથી પ્રાચીન ગરબી પરંપરા અવિરત
૪૮ બાળાઓ મહિષાસુર રાસ, મોગલ રાસ, સળગતો ગરબો અને તલવાર રાસ સહિતની પ્રસ્તુતિઓથી જમાવે છે રંગ

રાજકોટઃ શહેરની મધ્યે ભીલવાડા ચોકમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી રોકડિયા હનુમાન મંદિરે જયશ્રી ટનાટન રોકડિયા હનુમાન ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબીમાં ૪૮ બાળાઓ દ્વારા મહિસાસુર રાસ, મગલ રાસ, સળગતો ગરબો, તલવાર રાસ, અર્વાચીન રાસ, પ્રાચીન રાસ તેમજ વિવિધ રાસ અને નળત્યની મનમોહક પ્રસ્તુતિ કરી રહી છે. ગરબીમાં ઢોલક પર શૈલેષભાઈ ગોમાર, જગદીશભાઈ ગોહેલ અને વિપુલ રાઠોડ, પેટીમાં મનીષભાઈ તથા મંજીરામાં ભવ્ય સોલંકી અને સાહિલ સોલંકી સંગત આપે છે, જ્યારે ગાયક રાજુભાઈ રાઠોડ, ખ્યાતિબેન અને રમેશભાઈ રાઠોડ પોતાના સ્વરથી ગરબીમાં રંગત જમાવે છે. તેમ મિત રાઠોડે જણાવ્યું છે. (તસવીર : અભિજીત બગથરિયા)
(10:54 AM IST)










