News of Saturday, 30th May 2026
છોટી સી યે જીંદગાની : કાલે સીનીયર સીટીઝન પાર્ક ખાતે સુરીલો કાર્યક્રમ
એચ.પી. પટેલ દ્વારા આયોજીત અને મ્યુઝીકલ સ્ટુડીયો સ્વર સાધના દ્વારા પ્રસ્તુતી

રાજકોટ : શહેરની પ્રસિદ્ધ સરકારી સાયન્સ ઇન્સ્ટીટયુટના નિવૃત સીનીયર પ્રાધ્યાપક શ્રી એચ.પી. પટેલ દ્વારા આયોજીત અને મ્યુઝીકલ સ્ટુડીયો સ્વર-સાધના દ્વારા પ્રસ્તુત ‘‘છોટી સી યે જીંદગાની'' શીર્ષક હેઠળ હૃદય સ્પર્શી, લાગણી સભર, ફિલ્મી ગીતોનો ઝરૂખો કાલે તા. ૩૧ રવિવારના રોજ સાંજના પઃ૪પ થી રાત્રે ૯ કલાકે સિનિયર સીટીઝન પાર્ક, ઇવનીંગ પોસ્ટ, જીલ્લા બેન્ક ભવનની બાજુમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.
આ સંગીત સંધ્યામાં રોજકોટની સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન તથા શ્રી લોહાણા સેવા મંડળના ટ્રસ્ટી નટુભાઇ કોટક, અતિથિ વિશેષ ખાસ આમંત્રીત મહેમાનશ્રીનું સ્થાન શોભાવશે. તેમજ સ્વર સાધનાના સંચાલક તથા તમામ ગાયક મિત્રોને પ્રોત્સાહિત કરી તમામને આર્શીવાદ પાઠવશે.
આજે ફીલ્મી ગીતો રસથાળ પિરસનાર સર્વ ગાયક મિત્રો અતુલભાઇ સંઘવી, બાળરોગ નિષ્ણાંત ડૉ. અનિલભાઇ ત્રાંબડીયા, કમલભાઇ જીવરાજાની, ધનંજય વ્યાસ, શ્રીમતી વંદનાબેન વ્યાસ, જીજ્ઞાબેન ગજ્જર, જહાનવીબેન દાવડા, ચાંદનીબેન મકોડીયા, એચ.પી. પટેલ તથા નટુભાઇ કોટક (અતિથી વિશેષ) રહેશે. આ પ્રોગ્રામમાં પધારવા નિમંત્રણ પાઠવાયું છે. (૩૬.પ)
(2:27 PM IST)










