તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ, રાજકોટને મળ્યું સર્વોત્તમ પ્લેટિનમ ગ્રેડ સાથે ગ્રીન કોલેજ એક્રીડીએશન
પર્યાવરણ જતનમાં રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ મોખરેઃ વૈશ્વિક સ્તરે મળ્યું સર્વોચ્ચ ‘પ્લેટિનમ ગ્રેડ' ગ્રીન કોલેજનું સન્માન : સૌરાષ્ટ્રનું પર્યાવરણ અને એનર્જી સેવિંગ કેમ્પસ

રાજકોટ તા. ૧૮: રાજકોટ સ્થિત ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસે પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વૈશ્વિક માપદંડો પૂર્ણ કરીને આ કેમ્પસને ‘‘ગ્રીન કોલેજ'' તરીકે પ્રતિષ્ઠિત ‘‘પ્લેટિનમ રેન્કિંગ'' એનાયત કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ સર્વોચ્ચ ગ્રેડ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે સંસ્થા પ્રકળતિ અને પર્યાવરણ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.
પ્લેટિનમ રેન્કિંગ એ ટકાઉપણું માટેનું સર્વોચ્ચ સન્માન છે. ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસે આધુનિક સોલર એનર્જી, કાર્યક્ષમ કચરા વ્યવસ્થાપન (Waste Management) અને પાણીના બચાવ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા આ સિદ્ધિ મેળવી છે. આ રેન્કિંગ સાબિત કરે છે કે કોલેજ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પળથ્વીના જતન માટે પણ જવાબદાર ભૂમિકા ભજવી રહી છે.
આ ભવ્ય સફળતા પાછળ કેમ્પસ ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમમનાના વિશેષ પ્રયાસો રહ્યા છે. તેમણે ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન આપીને કેમ્પસની દરેક સુવિધાને પર્યાવરણને અનુકૂળ બનાવી છે. આ પ્રસંગે ડો. ફાધર જોમોન થોમમનાએ ફાધર સ્ટેનલી, કેમ્પસના તમામ પ્રિન્સિપાલશ્રીઓ તથા અધ્યાપકગણનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સિદ્ધિ સૌના સામૂહિક પરિશ્રમ અને દ્રષ્ટિનું પરિણામ છે.
આ ગૌરવશાળી સિદ્ધિથી સમગ્ર મેનેજમેન્ટ અને સ્ટાફમાં આનંદની લાગણી છે. ક્રાઇસ્ટ કોલેજ હવે અન્ય સંસ્થાઓ માટે એક આદર્શ ઉદાહરણ બની છે કે કેવી રીતે શિક્ષણની સાથે સાથે પર્યાવરણનું જતન કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય.
(2:38 PM IST)










