<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલને ‘NABH 6th Edition' એક્રેડિટેશન

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આ સિદ્ધિ મેળવનાર સૌપ્રથમ અને એકમાત્ર હોસ્‍પિટલ બની, ભવ્‍ય લોગો લોન્‍ચિંગ યોજાયું

રાજકોટ, તા.૩૦: માનવસેવા, કરુણા અને સંવેદનાના પાયા પર કાર્યરત રાજકોટની પ્રતિષ્ઠિત ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલે તબીબી ક્ષેત્રે એક અવિસ્‍મરણીય સીમાચિホ સર કર્યું છે. દર્દી સુરક્ષા અને આરોગ્‍ય સંભાળમાં દેશના સર્વોચ્‍ચ માપદંડ ગણાતું 'NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) 6th Edition' એક્રેડિટેશન ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલે સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું છે. આ સાથે ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ રિજનમાં NABH નું આ પ્રતિષ્ઠિત 6th એડિશન એક્રેડિટેશન હાંસલ કરનારી સૌપ્રથમ અને એકમાત્ર હોસ્‍પિટલ બનવાનું બહુમાન મેળવ્‍યું છે. આ ગૌરવપૂર્ણ ઉપલબ્‍ધિને વધાવવા માટે હોસ્‍પિટલ કેમ્‍પસ ખાતે એક ભવ્‍ય 'NABH 6th Edition Logo Launching Ceremony' નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

સમારોહ રાજકોટ ડાયોસિસના વડા પૂજ્‍ય બિશપ જોસ ચિટ્ટુપારમ્‍બિલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર નેહલ શુક્‍લ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઈ કથીરિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા. ઉપરાંત સ્‍થાનિક વોર્ડ અગ્રણીઓ ડો. શૈલેષ વસાણી, પૂનમબેન મોરવાડિયા તથા ધર્મિષ્ઠાબેન પરમાર સહિતના કોર્પોરેટરો અને અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર ફાધર થોમસ નડડકલન અને આસિસ્‍ટન્‍ટ ફાધર જેસ્‍લીન અને મેનેજમેન્‍ટ અને તબીબી ટીમને આ ઝળહળતી સફળતા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

કાર્યક્રમ દરમિયાન હોસ્‍પિટલની ૧૫ વર્ષની સુદીર્ઘ સફરને ઉજાગર કરતી વિશેષ શોર્ટ ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મનું સ્‍ક્રીનિંગ કરવામાં આવ્‍યું. વર્ષ ૧૯૭૭માં રાજકોટ ડાયોસિસ દ્વારા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્‍તારોમાં સ્‍વાસ્‍થ્‍ય સુવિધા વિહોણા ગરીબ દર્દીઓ માટે શરૂ કરાયેલી નાની ડિસ્‍પેન્‍સરીઓની સ્‍મળતિઓથી આ દસ્‍તાવેજી ચિત્ર શરૂ થયું હતું.

અધ્‍યક્ષીય વક્‍તવ્‍ય આપતાં પૂજ્‍ય બિશપ જોસ ચિટ્ટુપારમ્‍બિલે જણાવ્‍યું હતું કે, ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ માટે ચિકિત્‍સા એ કોઈ વ્‍યવસાય નથી પરંતુ માનવતાની સેવા અને ઈશ્વરીય ઉપાસના છે. વર્ષ ૨૦૨૦માં હોસ્‍પિટલે એન્‍ટ્રી-લેવલ NABH મેળવીને ક્‍વોલિટી કંટ્રોલ તરફ પહેલ કરી હતી અને આજે NABH 6th Edition સુધી પહોંચવું એ દર્દીઓની સલામતી, સ્‍વચ્‍છતા અને પારદર્શક મેડિકલ સ્‍ટાન્‍ડર્ડ્‍સ પ્રત્‍યેના અવિરત સમર્પણનું પ્રમાણ છે. આ ઐતિહાસિક સિદ્ધિ હોસ્‍પિટલ પરિવારના પ્રત્‍યેક કર્મચારીની નિષ્ઠા અને જનતાના અતૂટ વિશ્વાસને આભારી છે.

ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલની સ્‍થાપનાનો હેતુ સમાજના જરૂરિયાતમંદ લોકોની એફોર્ડેબલ આરોગ્‍ય સારવારનો હતો. ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલમાં છેલ્લા વર્ષમાં ૬૦ હજાર થી વધુ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. કોરોનાનો કપરો કાળ સમગ્ર દેશ માટે પડકાર હતો. ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ દ્વારા કોરોના સમયેદર્દીઓને હોસ્‍પિટલમાં  પ્રવેશ મળવો મુશ્‍કેલ હતો ત્‍યારે એક લાખથી વધુ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી જીવન રક્ષાનું નોંધનિય કામ કરવામાં આવ્‍યુ હતું. જેની સરકાર દ્વારા પણ ખાસ પ્રસંશનિય નોંધ લેવામાં આવી હતી.

ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલના તમામ વિભાગના તબીબો અને આરોગ્‍ય ટીમે ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલને એનએબીએચ રેન્‍કીંગ મળ્‍યુ તેની ઉજવણી ન માત્ર સ્‍વપ્રશસ્‍તીથી કરવાનો સંતોષ લીધો છે.

સમગ્ર સૌરાષ્‍ટ્રમાં જયાં લોકો હોસ્‍પિટલ સુધી સમયસર નથી પહોંચતાં એ વિસ્‍તારોમાં પહોંચી લોકોમાં આરોગ્‍ય જાગળતિ ઉભી કરવા અને પ્રિવેન્‍શન ઇઝ બેટર ધેન કયોરના સુત્રને સાર્થક કરવા આગામી વર્ષ દરમિયાન શ્રેણીબધ્‍ધ વિનામૂલ્‍યે નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલને એનએબીએચ ૬ લેવલનું જે રેન્‍કીંગ મળ્‍યુ છે તેમાં હોસ્‍પિટલમાં આવનાર કોઇ પણ દર્દીને કયા પ્રકારની સારવારની જરૂરિયાત છે તે નકકી કરી કોઇ પણ પ્રકારની ક્રિટિકલ અને નોન ક્રિટિકલ સારવાર આપવામાં આવે છે.

જેમાં ૧૨ સુપર સ્‍પેશિયાલિટી વિભાગ, ૧૪ સ્‍પેશિયાલિટી વિભાગ, ૨૪ સહાયક સેવાઓનો સમાવેશ થાય છે.

અકસ્‍માત,હાર્ટ એટેક,બ્રેઇન સ્‍ટ્રોક કે કોઇ પણ ક્રિટિકલ સંજોગોમાં તાત્‍કાલીક સારવાર માટે ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલમાં ર૪ X ૭ કવીક રિસ્‍પોન્‍સ સેલ કાર્યરત રહેશે. જે દર્દીને તાત્‍કાલીક સારવાર આપી ગોલ્‍ડન અવર્સમાં  બનતાં તમામ પ્રયાસ કરે છે. અત્‍યાર સુધીમાં આ પ્રકારના કેસોમાં સફળતાનો આંકડો ૫૦ હજારથી વધુ  રહયો છે

(2:04 PM IST)