હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે ‘બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ'નું આયોજન

રાજકોટ : શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ-૨૦૨૬નું જૈન વિઝન ગ્રાઉન્ડ, આર.કે. વર્લ્ડ, ટાવરની બાજુમાં, શિતલ પાર્કથી અયોધ્યા ચોક તરફ જવાના રસ્તે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે તા.૨૪ શનિવાર સાંજના ૬:૩૦ થી ૧૦ દરમ્યાન રાખવામાં આવેલ છે.
૧૫ વર્ષેથી સમસ્ત કોળી સમાજ માટે સમાજના યુવાન ભાઈઓ દ્વારા આયોજીત સ્પંદન રાસોત્સવમાં એક લાખ વોટની અધ્યતન સાઉન્ડ સીસ્ટમ સાથે ચાર હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. પાસની ટોકન ફી રૂા. ૧૦૦ રાખેલ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ શહેરના કોળી સમાજના હરેશભાઈ પરસોંડા-એડવોકેટ, ભરતભાઈ પંચાસરા, આશિષભાઈ ડાભી, સુભાષભાઈ અઘોલા, વિજયુભાઈ મેથાણીયા, દેવભાઈ કોરડીયા, ચેતનભાઈ મારસુણીયા, ભરતભાઈ બાળોન્દ્રા, દેવાંગભાઈ કુકાવા, રવિભાઈ રાતોજા, ભરતભાઈ ડાભી, મનિષભાઈ રાઠોડ, સંદિપભાઈ બાબરીયા, જીતેન્દ્રભાઈ દેગામ, બંટીભાઈ વઢ રૂકીયા, ધવલભાઈ સુરેલા, શુભમભાઈ ઉકેડીયા તેમજ સ્પંદન રાસોત્સવ સુમિતીના તેમામ કાર્યકરભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કુંવરજીભાઈ બાવળીયા-કેબીનેટ મંત્રી, ધર્મેશભાઈ જંજવાડીયા-પ્રમુખ, ગુજરાત ચુંવાળીયા કોળી, ગુજરાત રાજય ચંદુભાઈ શીહોરા(સાંસદ સભ્ય સુરેન્દ્રનગર), સંજયભાઈ પીપળિયા(જિલ્લા પં. પ્રમુખ-રાજકોટ), રાજેશભાઈ ચુડાસમા (સાંસદ સભ્ય જુનાગઢ), વિમલભાઈ ચુડાસમા (ધારાસભ્ય વે. સોમનાથ), બાબુભાઈ ઉઘરેજ (પ્રમુખ ચું.કોળી સમાજ-બોર્ડીંગ), વીરજીભાઈ સનુરા (પૂર્વ પ્રમુખ ચું.કોળી સમાજ), પરસોતમભાઈ સોલંકી (રાજયકક્ષાના મંત્રી મત્સ્ય ઉદ્યોગ), શ્રીમતી દિપ્તીબેને સોલંકી (વિરોધપક્ષ નેતા), દિનેશભાઈ પી. મકવાણા (કન્વીનર ગુજરાત ચું. કોળી સમાજ), અજય મજેઠીયા (કોર્પોરેટર વોર્ડ નં. ૩), શ્રીમતી કંકુબેન ઉદ્યરેજા (કોર્પોરેટર વોર્ડ નં. ૪), પરસોતમભાઈ સાબરિયા (પૂર્વ ધારાસભ્ય), ભરતભાઈ ડાભી (રાજકોટ તાલુકા પંચાયત), દેવજીભાઈ ફતેપરા(પૂર્વ સંસદ સભ્ય), શ્રીમતી બેન બાળોન્દ્રા(બેડી), મીહીરભાઈ સિતાપી( ઉદ્યોગપતિ), નટુભાઈ કુંવારીયા(ટ્રસ્ટી ચું. કોળી સમાજ ગુ.), મનસુખભાઈ ધામેચા(ઉપપ્રમુખ ચું. કોળી સમાજ ગુ.), છોટુભાઈ પરસોંડા (પ્ર. ઉપપ્રમુખ ચું. કોળી સમાજ ગુ.) ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં હરેશભાઇ પરસોંડા, વિજયભાઇ મેથાણીયા, ભરતભાઇ પંચાસરા, જીતેન્દ્રભાઇ દેગામા અને દેવાંગ કુકાવા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










