તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 23rd June 2026
શહેર ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ‘બલિદાન દિવસ' અંતર્ગત પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન અંતર્ગત રેસકોર્ષમાં આવેલ ડો.શ્યામપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર નેહલભાઈ શુકલ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ જોષીપુરા, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિહ જાડેજા, પૂર્વ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના દરેક વોર્ડમાં આવતાં બુથમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:26 PM IST)










