હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

રાજકોટઃ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતળત્વ કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે તેમની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવેની અધ્યક્ષતામાં પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે, અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અદ્વિતીય પ્રદાન માટે ભારત હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલનું ઋણી રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ હતું. ખાસ કરીને આઝાદી પછી દેશી રાજ્યોના વિલિનીકરણમાં તેમની મુત્સદ્દીગીરી, કુનેહ અને દૃઢતા અમૂલ્ય છે. જૂનાગઢ અને હૈદરાબાદમાં ભજવેલા તેમના ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. જ્યોર્તિલિંગ સોમનાથના પુનરુદ્ધારનો સંકલ્પ પણ સરદાર સાહેબે કર્યો હતો, જેના ફળસ્વરૂપે આજે સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર ઉભું છે. આ બદલ ગુજરાત તેમનું આજીવન ઋણી રહેશે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સરદાર વલ્લભભાઇ પટેલની બનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમની પ્રતિભાને ખરા અર્થમાં પ્રસ્થાપિત કરી છે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, કમલેશભાઈ મિરાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, કચ્છ પ્રભારી કશ્યપભાઈ શુકલ, તેમજ અન્ય કોર્પોરેટરો અને વિવિધ વોર્ડ તેમજ મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










