<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સીટી-BRTS બસમાં ગત વર્ષની સરખામણીઅએ ચાલુ મે માસના ૧૭ દિ'માં મુસાફરોની સંખ્‍યામાં ૧ લાખથી વધુનો તોતીંગ ઉછાળો

પેટ્રોલના ભડકે બળતા ભાવ અને વડાપ્રધાનની અપીલ વચ્‍ચે રાજકોટવાસીઓનો પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ તરફ ઝોક ! : ૧ મે ર૦રપ થી ૧૭ મે ર૦રપ માં પ.પ૩ લાખ મુસાફરોઍ મુસાફરી કરતા પ૯૯૩ લાખની આવક થઇ હતીઃ ૧ મે ર૦ર૬ થી ૧૭ મે ર૦ર૬ માં ૬.૬૯ લાખ નાગરીકોઍ પરિવહન સેવાનો લાભ લેતા ૬૯.૪૩ ની આવક થવા પામી

રાજકોટ, તા. ૧૮ : શહેરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને પર્યાવરણ જાગળતિના વધતા પ્રભાવ વચ્‍ચે શહેરવાસીઓ હવે મોટા પ્રમાણમાં જાહેર પરિવહન તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ઈલેક્‍ટ્રિક અને CNG બસો પ્રત્‍યે લોકોનો વિશ્વાસ વધ્‍યો છે, જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને BRTS સેવાઓને નોંધપાત્ર સફળતા મળી રહી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ગ્રીન એનર્જી અને જાહેર પરિવહનના ઉપયોગ અંગેની અપીલ પણ લોકોમાં અસરકારક સાબિત થઈ રહી છે.

આર.એમ.ટીએસ.માંની મળેલ સત્તાવાર આંકડાઓ મુજબ ગત વર્ષે ૧ મેથી ૧૭ મે દરમિયાન ૫.૫૩ લાખ મુસાફરોએ બસ સેવાનો ઉપયોગ કર્યો હતો અને રૂ. ૫૯.૯૩ લાખની આવક થઈ હતી. જ્‍યારે ચાલુ વર્ષે એ જ સમયગાળામાં મુસાફરોની સંખ્‍યા વધીને ૬.૬૦ લાખ સુધી પહોંચી ગઈ છે અને આવક પણ રૂ. ૬૯.૪૩ લાખ સુધી પહોંચી છે. એટલે કે માત્ર એક વર્ષમાં ૧.૦૬ લાખથી વધુ નવા મુસાફરો જોડાયા છે અને આવકમાં રૂ. ૯.૫ લાખથી વધુનો વધારો નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં પણ રાજકોટમાં જાહેર પરિવહનનો વ્‍યાપક ઉપયોગ થયો હતો. માત્ર એક જ મહિનામાં ૧૩ લાખથી વધુ મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો હતો અને મહાનગરપાલિકાને રૂ. ૧.૩૬ કરોડથી વધુ આવક થઈ હતી. ઉનાળાની રજાઓ છતાં લોકોએ આરામદાયક અને પર્યાવરણમિત્ર ઈ-બસને પસંદ કરી છે.

શહેરમાં હાલમાં કુલ ૨૩૪ બસો કાર્યરત છે, જેમાં ૧૩૪ ઈલેક્‍ટ્રિક બસો અને ૧૦૦ સીએનજી બસોનો સમાવેશ થાય છે. પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન પરિવહનને પ્રોત્‍સાહન આપવા માટે તંત્ર દ્વારા ડીઝલ બસોને બદલે સ્‍વચ્‍છ ઈંધણ આધારિત બસોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

બસ પાસના આંકડા પણ દર્શાવે છે કે હવે લોકો નિયમિત રીતે જાહેર પરિવહન અપનાવી રહ્યા છે. સિનિયર સિટીઝન પાસમાં સૌથી વધુ ૧,૫૮૫ પાસ ઈસ્‍યુ થયા છે. જ્‍યારે વિદ્યાર્થીઓ માટે ૫૩૧ અને જનરલ કેટેગરીમાં ૪૦૭ પાસ આપવામાં આવ્‍યા છે. આ દર્શાવે છે કે રાજકોટ હવે માત્ર સ્‍માર્ટ સિટી નહીં પરંતુ સ્‍માર્ટ ટ્રાન્‍સપોર્ટ તરફ પણ આગળ વધી રહ્યું છે.

ગયા વર્ષની સરખામણીએ જ્‍વલંત પ્રગતિ આંકડાકીય વિશ્‍લેષણ પર નજર કરીએ તો, ગત વર્ષે ૧ મે ૨૦૨૫ થી ૧૭ મે ૨૦૨૫ દરમિયાન સિટી બસમાં ૫,૫૩,૫૭૯ મુસાફરોએ સફર કરી હતી અને રૂ. ૫૯,૯૩,૫૩૩ની આવક થઈ હતી. જેની સરખામણીએ ચાલુ વર્ષે ૧ મે ૨૦૨૬ થી ૧૭ મે ૨૦૨૬ ના માત્ર ૧૭ દિવસમાં જ મુસાફરોનો આંકડો વધીને ૬,૬૦,૧૩૭ પર પહોંચી ગયો છે, જ્‍યારે આવકનો ગ્રાફ પણ રૂ. ૬૯,૪૩,૫૨૨ પર પહોંચી ગયો છે. આમ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં ૧,૦૬,૫૫૮ નો ધરખમ વધારો અને આવકમાં રૂ. ૯.૫ લાખથી વધુનો સીધો ફાયદો નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ એપ્રિલ ૨૦૨૬ ના આખા મહિના દરમિયાન રાજકોટની જનતાએ પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. આ એક જ મહિનામાં કુલ ૧૩,૦૯,૪૯૪ મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો હતો, જેનાથી તંત્રને રૂ. ૧,૩૬,૭૪,૪૦૫ ની રેકોર્ડબ્રેક આવક થઈ હતી. જો એપ્રિલ મહિનાના પ્રથમ ૧૭ દિવસ (૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ ૨૦૨૬) ની વાત કરીએ તો ૭,૫૪,૨૩૦ મુસાફરો અને રૂ. ૭૮,૮૮,૯૭૬ ની આવક થઈ હતી, જે દર્શાવે છે કે ઉનાળાના વેકેશનના માહોલમાં પણ લોકોએ એસી ઈલેક્‍ટ્રિક બસોને પહેલી પસંદગી આપી છે.

૧૫૦ ઈ-બસ અને ૧૦૦ સીએનજી

બસોનું મજબૂત નેટવર્ક

રાજકોટ શહેરમાં પ્રદૂષણ મુક્‍ત વાતાવરણ ભું કરવાના આશયથી તંત્ર દ્વારા પરંપરાગત ડીઝલ બસોને સ્‍થાને ગ્રીન ફયુઅલને પ્રાધાન્‍ય અપાયું છે. હાલ શહેરમાં કુલ ૨૫૦ બસો દોડી રહી છે, જેમાં ૧૫૦ અત્‍યાધુનિક ઈલેક્‍ટ્રિક બસ (E-Bus) અને ૧૦૦ સીએનજી (CNG) બસ સામેલ છે. વડાપ્રધાનની નેટ-ઝીરો કાર્બન ઉત્‍સર્જનની નેમ તરફ રાજકોટ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.

બસ પાસ ક્રેઝ : સિનિયર સીટીઝન્‍સ સૌથી મોખરે

રાજકોટની બસ સેવામાં ડિજિટલ અને  રાહત દરના પાસ કઢાવવામાં વડીલોએ બાજી મારી છે. તાજેતના ડેટા મુજબ વિવિધ કેટેગરીમાં સિનિયર સીટીઝન પાસઃ ૧,પ૯૮, સ્‍ટુડન્‍ટ પાસ : પ૩૧ તથા જનરલ ૪૦૭ લોકોએ અલગ-અલગ મહિનાના પાસ કઢાવવામાં આવ્‍યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મના બજેટમાં શાસકોએ શહેરના સીનીયર સીટીઝનોને વિનામૂલ્‍યે મુસાફરી માટે વાર્ષિક પાસ યોજના અમલી બનાવી છે તેની ૧પ૦૦ જેટલા સીનીયર સીટીઝનોએ આયોજનનો લાભ લે છે. 

 

શહેરમાં હાલ ર૩૪ સીએનજી અને ઇલેકટ્રીક બસ રાજમાર્ગો પર દોડે છેઃ એપ્રિલ ર૦ર૬માં ૧૩.૦૯ લાખના નાગરીકોએ બસમાં મુસાફરી કરી

 

સીનીયર સીટીઝનો વિનામુલ્‍યે મુસાફરી માટે પાસ યોજના અમલીઃ સીટી બસ અને બીઆરટીએસનું નેટવર્ક શહેરના મોટા ભાગના વિસ્‍તારોને જોડે છે

 

મુખ્‍ય રૂટ અને પીક અવર્સમાં સામાન્‍ય રીતે અંદાજે ૧૦-૧પ મીનીટે બસ મળી શકે : અન્‍ય રૂટ પર ૧પ-૩૦ મીનીટનું અંતર હોઇ શકેઃ રાજકોટમાં રૂટ અને ટાઇમ ટેબલ ચેક કરવા માટે આરએમટીએસ એપમાં રૂટ નંબર,લાઇવ ટ્રેકીંગ અને સમયપત્રકની સુવિધા પણ છે

 

છ મહિના  બાદ રાજકોટના રસ્‍તા પર

વધુ ૧૦૦ ઇલેક્‍ટ્રિક બસો દોડશે

રાજકોટ :  રાજકોટમાં ગ્રીન અને પ્રદૂષણમુક્‍ત જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા માટે આગામી છ મહિનામાં વધુ ૧૦૦ નવી ઈલેક્‍ટ્રિક બસો ઉમેરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતા મુસાફરોના ભારને પહોંચી વળવા અને પર્યાવરણમિત્ર પરિવહન વ્‍યવસ્‍થાને વધુ વેગ આપવા માટે તંત્ર દ્વારા આ દિશામાં કામગીરી તેજ કરવામાં આવી છે. માહિતી મુજબ, પ્રધાનમંત્રી યોજનાના ભાગરૂપે નવી ઈલેક્‍ટ્રિક બસો શરૂ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. હાલ આ પ્રોજેક્‍ટ અંતર્ગત જરૂરી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉભું કરવા માટે તંત્ર સક્રિય બન્‍યું છે. ખાસ કરીને ઈલેક્‍ટ્રિક બસો માટે ર્ચાજિંગ સ્‍ટેશનની વ્‍યવસ્‍થા સૌથી મહત્‍વપૂર્ણ હોવાથી તેના માટે શહેરમાં યોગ્‍ય જગ્‍યાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નવી બસો ઉમેરાયા બાદ શહેરના વધુ વિસ્‍તારોને બસ સેવા સાથે જોડવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ ઈ-બસો રસ્‍તા પર ઉતરતા મુસાફરોને વધુ સુવિધા મળશે અને સાથે પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોને પણ વધુ ગતિ મળશે.  

 

આંકડાની નજરે મુસાફરી અને કમાણીની જુગલબંધી

સમગગાળો                         કુલ મુસાફરો        કુલ થયેલી આવક (રૂા.માં)

૧ એપ્રિલ ર૬ થી ૩૦ એપ્રિલ ર૬   ૧૩,૦૯,૪૯૪        ૧,૩૬,૭૪,૪૦પ/-

૧ મે ર૬ થી ૧૭ મે ર૬ (ચાલુ વર્ષ) ૬,૬૦,૧૩૭         ૬૯,૪૩,પરર/-

૧ મે રપ થી ૧૭ મે રપ (ગત વર્ષ)                     પ,પ૩,પ૭૯    પ૯,૯૩,પ૩૩/-       

 

 

વધુ પ્રચાર અને બસ સ્‍ટોપ સુવિધા વધે તો સિટી બસ સેવાને મળશે વધુ વેગ

રાજકોટઃ સિટી બસ અને BRTS સેવાને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમ છતાં હજુ પણ મોટી સંખ્‍યામાં નાગરિકો સુધી તેની વિવિધ યોજનાઓ અને સુવિધાઓની સંપૂર્ણ માહિતી પહોંચી નથી. મુસાફરોની સંખ્‍યા વધુ વધે અને લોકો જાહેર પરિવહન તરફ વધુ આકર્ષાય તે માટે તંત્ર દ્વારા વધુ અસરકારક પ્રચાર-પ્રસાર કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન અને નિયમિત મુસાફરો માટે ઉપલબ્‍ધ પાસ યોજના, રાહતો અને વિશેષ સેવાઓ અંગે વધુ જાગળતિ લાવવામાં આવે તો તેનો સીધો ફાયદો મુસાફરોની સંખ્‍યામાં વધારો રૂપે જોવા મળી શકે છે. આ ઉપરાંત શહેરમાં પીકઅપ સ્‍ટેન્‍ડ અને બસ સ્‍ટોપની સંખ્‍યા વધારવાની પણ માંગ ઉઠી રહી છે. ઘણા વિસ્‍તારોમાં નાગરિકોને હજુ સુધી તેમના વિસ્‍તારમાં બસ કયારે આવે છે અને કેટલા સમયાંતરે ઉપલબ્‍ધ થાય છે તેની સ્‍પષ્ટ માહિતી મળતી નથી. જો બસ સ્‍ટોપ પર સમયપત્રક, રૂટની વિગતો અને બસ આવવાનો સમય દર્શાવતી વ્‍યવસ્‍થા વધુ મજબૂત કરવામાં આવે તો મુસાફરો માટે વધુ સરળતા સર્જાઈ શકે. ખાસ કરીને હાલના સંજોગોમાં રેલવે જંક્‍શન બસ સ્‍ટોપ પર બસોની ફ્રિકવન્‍સી વધારવામાં આવે તો મુસાફરોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. શહેરમાં આવતા-જતા પ્રવાસીઓ અને રોજિંદા મુસાફરો માટે આ વિસ્‍તાર મહત્‍વપૂર્ણ હોવાથી વધુ બસો ઉપલબ્‍ધ કરાવવામાં આવે તો રાજકોટના માસ ટ્રાન્‍સપોર્ટનો ઉપયોગ બમણો થઈ શકે તેવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે. 

 

મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની પિંક સીટી બસ સેવા

૪ ગુલાબી બસ કાર્યરતઃ રક્ષાબંધન અને

ભાઇબીજના દિવસે બહેનોને વિનામૂલ્‍યે મુસાફરી

રાજકોટ : રાજકોટમાં મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્‍યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી પિંક સિટી બસ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલાઓ માટે ખાસ શરૂ કરાયેલી આ સેવા શહેરમાં સુરક્ષિત, આરામદાયક અને સરળ મુસાફરીનો વિકલ્‍પ બની રહી છે.

હાલમાં પિંક બસ સેવા સિટી બસના ૩ રૂટ અને BRTSના ૧ રૂટ સહિત કુલ ૪ રૂટ પર કાર્યરત છે. શહેરના મહત્‍વના વિસ્‍તારોને આવરી લેતી આ સેવા મહિલાઓની દૈનિક અવરજવર માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને નોકરીયાત મહિલાઓ, વિદ્યાર્થિનીઓ અને વડીલ મહિલાઓ માટે આ સેવા વધુ અનુકૂળ બની છે.

મહિલાઓને જાહેર પરિવહન પ્રત્‍યે પ્રોત્‍સાહિત કરવા માટે ખાસ રાહત પણ આપવામાં આવી રહી છે. જે મહિલાઓએ પિંક બસ માટે પાસ કઢાવેલ હોય છે, તેઓને વિનામૂલ્‍યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.

આ પહેલથી મહિલાઓને આર્થિક રાહત મળવાની સાથે સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ મુસાફરીનો વિકલ્‍પ પણ ઉપલબ્‍ધ થયો છે.

તંત્રનું માનવું છે કે આગામી સમયમાં પિંક બસના રૂટમાં વધારો કરીને વધુ વિસ્‍તારોને આવરી લેવાની દિશામાં પણ આયોજન કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આર.એમ.ટી. એસ. સંચાલીત સીટી અને બીઆરટીએસ બસમાં તંત્ર દ્વારા દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે મહિલાઓને વિનામૂલ્‍યે મુસાફરીની અમલી બનાવવામાં આવીછ ે. આ યોજનામાં દર વર્ષે આદિવસે હજારો બહેનો આ સેવાનો લાભ લે છે. 

 

વેકેશન બાદ વધશે બસોમાં ભીડ : તંત્રને આશા

વિદ્યાર્થીઓ માટે ૩, ૬ અને ૧ર માસના પાસમાં ૧પ થી ર૦ ટકા રાહત

રાજકોટ :  રાજકોટમાં હાલ ઉનાળાની રજાઓને કારણે શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ હોવા છતાં સિટી બસ અને ગ્‍ય્‍વ્‍લ્‍ સેવામાં મુસાફરોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની અવરજવર ઓછી હોવા છતાં જાહેર પરિવહનને મળતો પ્રતિસાદ તંત્ર માટે ઉત્‍સાહજનક માનવામાં આવી રહ્યો છે.

મહાનગરપાલિકા તંત્રનું માનવું છે કે વેકેશન દરમિયાન પણ મુસાફરોની સંખ્‍યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્‍યારે શૈક્ષણિક સંસ્‍થાઓ ફરી શરૂ થયા બાદ મુસાફરોનો આંકડો વધુ ચો જઈ શકે છે. સ્‍કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ રોજિંદી અવરજવર માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આગામી દિવસોમાં મુસાફરોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને જાહેર પરિવહન તરફ વધુ આકર્ષવા માટે તંત્ર દ્વારા ખાસ રાહત યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે ૩ માસ, ૬ માસ તેમજ ૧૨ માસના બસ પાસ પર ૧૫થી ૨૦ ટકા સુધીનું વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને સસ્‍તા દરે નિયમિત અને સુવિધાજનક મુસાફરી માટે મળી રહ્યો છે.

તંત્રને આશા છે કે ઈલેક્‍ટ્રિક અને ઘ્‍ફઞ્‍ બસોની આરામદાયક સુવિધા, પરવડે તેવું ભાડું અને પાસમાં મળતી રાહતોના કારણે વધુ વિદ્યાર્થીઓ જાહેર પરિવહન તરફ વળશે, જેના પરિણામે મુસાફરોની સંખ્‍યા અને આવકમાં વધુ વધારો નોંધાઈ શકે છે. 

 

: અહેવાલ :

અમિત જોષી

(3:07 PM IST)