તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ત્રંબામાં સીટી બસના ડ્રાઇવર પ્રિન્સને સાપ કરડી ગયો
લઘુશંકા કરવા ઉભો ત્યારે લાકડામાંથી એરૂ નીકળ્યો

રાજકોટ તા. ૪: નવા ૧૫૦ રીંગ રોડ પર અટલ સરોવર પાસે સીટી બસના ચાર્જીંગ સ્ટેશન ખાતે રહેતાં અને સીટી બસના ડ્રાઇવર તરીકે નોકરી કરતાં પ્રિન્સ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૨૬)ને તે ત્રંબા ગામે મોહનદાસ આશ્રમ પાસે લઘુશંકા કરવા ગયો ત્યારે લાકડામાંથી સાપ નીકળીને કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રિન્સ ૩૨ નંબરની સીટી બસ હંકારે છે. તે પરસાણાનગરથી બસ લઇ ત્રંબા ગયો ત્યારે બનાવ બન્યો હતો.
(3:04 PM IST)










