<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

શહેર કોંગ્રેસ દ્વારા ઇન્‍દિરાજી અને સરદાર પટેલને પુષ્‍પાંજલિ અર્પણ

રાજકોટ, ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સ્‍વ. શ્રીમતી ઇન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ તથા ભારતના લોખંડી પુરુષ અને રાષ્‍ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંને મહાન નેતાઓને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતની લોખંડી મહિલા તરીકે ઓળખાતાં સ્‍વ.શ્રીમતી ઇન્‍દિરા ગાંધીજી તેમની દૃઢ નેતળત્‍વશક્‍તિ, સાહસિક નિર્ણયો અને દેશની એકતા તથા અખંડિતતા પ્રત્‍યેની પ્રતિબદ્ધતા માટે હંમેશાં યાદ રહેશે. બીજી તરફ, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્‍યું હતું. બંને મહાન નેતાઓનું રાષ્‍ટ્રનિર્માણમાં આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે. આ બંને મહાન નેતાઓના આદર્શો અને વિચારોને આત્‍મસાત કરીને લોકશાહી, રાષ્‍ટ્રીય એકતા અને જનસેવાના માર્ગે આગળ વધવાનો સંકલ્‍પ આ પ્રસંગે વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા દિપ્તીબેન સોલંકી, અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વૈશાલી શીંદે, હરપાલસિંહ જાડેજા, જયદીપ મયાત્રા, ગોવિંદભાઈ સભાયા, ઠાકરશીભાઈ ગજેરા, હેમાંગીનીબેન ગોંડલીયા. યજ્ઞેશ દવે, કેતન તાળા, જગદીશસિંહ જાડેજા, ભરતભાઈ કોયાણી તેજસભાઈ ટોપીયા જીતુભાઈ ઠાકર, જલ્‍પેશ વાઘેલા, સલીમભાઈ કારિયાણી, કિશનભાઈ ગોંડલીયા, જગદીશભાઈ ડોડીયા, અશોકભાઈ વાળા સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા અને બંને મહાન નેતાઓને પુષ્‍પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપી હતી.

 

(3:50 PM IST)