<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

શહેર કોંગ્રેસની ટીમ ‘ચાલો દિલ્‍હી' કાર્યક્રમમાં જોડાશે

લોકશાહી પરના પ્રહાર સામે અવાજ બુલંદ કરવા

રાજકોટ, તા.૩૧: આગામી ૧ નવેમ્‍બરના રોજ દિલ્‍હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા ‘ચાલો દિલ્‍હી' કાર્યક્રમમાં ભાગ લેવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ દિલ્‍હી જવા રવાના થઈ છે.

આ ટીમમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, અર્જુનભાઈ ચૌહાણ, સમિત , રવિ જીતિયા, દીપ ભંડેરી, નરેન્‍દ્ર પટેલ સમીર ફળદુ,સહિત રાજકોટ શહેર કોંગ્રેસના ૨૯ સભ્‍યો જોડાયા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ ઉઠાવવામાં આવી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ દિલ્‍હી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સહભાગી બનીને ‘મતચોરી બંધ કરો, લોકશાહીનું રક્ષણ કરો'ના સંકલ્‍પ સાથે જનતાના મતાધિકાર, બંધારણીય મૂલ્‍યો અને લોકશાહીની રક્ષા માટે પોતાનો અવાજ બુલંદ કરશે. તેમ ડૉ. રાજદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે.

(3:49 PM IST)