<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

શહેર એસઓજીએ રૈયારોડ શિવપરાના સાહિલ, રૂમીનને મેફેડ્રોનના સાથ દબોચ્યા : જુઓ વિડીયો

પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરી પીએસઆઈ આર.કે.ગોહિલની ટીમની કામગીરી, કરણભાઈ મારૂ, શબ્બીરખાન મલેક, રવિરાજભાઈ ધગલની બાતમી

​રાજકોટ: આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા હાથ ધરવામાં આવેલા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આધારે એસ.ઓ.જી. શાખા દ્વારા વિશિષ્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.- અંતર્ગત રીયા રોડ શિવપુરામાં રહેતા બે શખ્સને એમડી ડ્રગ સાથે ઝડપી લેવાયા છે.

જાણવા મળ્યા મુજબ  એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ શબ્બીરખાન મલેક તથા કરણભાઈ મારૂ તથા પો.કોન્સ રવિરાજભાઈ ધગલ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે, “રૂમીન મયુદ્દીનભાઈ જુણેજા તથા સાહીલ શફીમીયા કાદરી નામના બે ઇસમો થોડી વારમાં સી.એન.જી. ઓટો રીક્ષા નં. જીજે૨૩ઝેડ ૯૬૭૩ વાળી લઈને એઈરપોર્ટ રોડ ઉપર એઈરપોર્ટ ફાટકથી આગળ જૈન દેરાસર વાળા રોડ ઉપરથી નીકળવાના છે અને તેઓના કબજામાં માદક પદાર્થ એમડીનો જથ્થો છે.” તેના આધારે આરોપીઓને કોર્ડન કરી પકડી પાડી અંગજડતી કરતા માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મળી આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.

​પકડાયેલા આરોપીઓમાં  સાહિલ ઉર્ફે જડાબાપુ શફીભાઈ કાદરી (ઉ.વ.૩૪, ધંધો- રીક્ષા ડ્રાઈવિંગ, રહેવાસી- કનૈયા ચોક રૈયા રોડ મયુર પાન વાળી શેરી “બાગે ખ્વાજા” મકાન રાજકોટ) તથા રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજા (ઉ.વ.૨૫, ધંધો મજુરી, રહેવાસી- “વસીલા મજીલ” શિવપરા શેરી નં ૦૪ મઢેશાની સામે રૈયા રોડ રાજકોટ) સામેલ છે.

​આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા મેફેડ્રોનનો જથ્થો ૪૯.૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૪૯,૧૦૦, વન પ્લસ કંપનીનો ટચ સ્ક્રીન વાળો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૪૦૦૦ સેમસંગ કંપનીનો ટચ સ્ક્રીન વાળો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૪૦૦૦, સી.એન.જી. ઓટો રીક્ષા નં જી.જે.૨૩.ઝેડ.૯૬૭૩ વાળી કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦, રોકડા રૂપિયા ૧૨૦૦ અને આધારકાર્ડ કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ૩,૧૦,૩૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રૂમલો મયુદ્દીનભાઈ જુણેજા વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ૩૨૩,૪૨૭,૫૦૪, વિગેરે) અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ છે.

​આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાની સૂચના મુજબ . પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ અને પો.સબ.ઇન્સ. આર.કે.ગોહિલ, એ.એસ.આઈ. અરૂણભાઈ બામણીયા, પો.હેડ.કોન્સ કરણભાઈ મારૂ, શબ્બીરખાન મલેક, જયદિપસિંહ જાડેજા, પો.કોન્સ જયપાલસિંહ ઝાલા, રવિરાજભાઈ ધગલ, ડ્રા. પો.કોન્સ નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા તથા મહિલા પો.કોન્સ મોનાબેન બુસાએ કરી છે. આ કેસમાં પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ આપ્યો હતો.

 

(6:49 PM IST)