<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

શહેર એસઓજી ટીમે ૯.૯૯૫ કિલો ગાંજા સાથે બિહારના સંતોષ કહારને ઝડપ્યો: રૂ. ૫.૦૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ​જન્માષ્ટમી નિમિત્તે હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત રેલવે સ્ટેશન બહાર : જુઓ વિડિયો

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.જાડેજા અને ટીમની કામગીરી:

​રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત રેલવે સ્ટેશન બહારથી ગુપ્ત બાતમીના આધારે એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના અનુસાર, જન્માષ્ટમીના તહેવારો દરમિયાન "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરીની રાહબરી અને પો.સબ.ઇન્સ. એમ.વી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવવામાં આવી હતી. પો.હેડ.કોન્સ ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ, જયદિપસિંહ ખુમાનસિંહ તથા શબીરખાન ઇકબાલખાનને મળેલી સંયુક્ત બાતમી મુજબ, ક્રીમ કલરનું ટી-શર્ટ પહેરેલો બિહારનો રહીશ સંતોષ રામાયણ કહાર (ઉ.વ. ૨૮, ધંધો: મજુરી, રહે. પરરીયા ગામ, બરાહારા થાના, જી. ભોજપુર, બિહાર) ગાંજાના જથ્થા સાથે રેલવે સ્ટેશન બહાર આવવાનો હતો.

​પોલીસે શંકાસ્પદ શખ્સને કોર્ડન કરી અટકાયત કર્યા બાદ તલાશી લેતા તેની પાસેથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષણ અને અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે આરોપી પાસેથી ૯.૯૯૫ કિલો ગાંજો કિંમત રૂ. ૪,૯૬,૭૫૦, એક ઓપ્પો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦, રોકડા રૂ. ૧,૨૦૦/-, લીલા તથા કેસરી કલરની ટ્રોલી બેગ અને આધારકાર્ડ મળી કુલ રૂ. ૫,૦૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શબીરખાન મલેક, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા, ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જયેન્દ્રસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોનાબેન બુસા જોડાયા હતા. આ ઉપરાંત ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.રાણા (પશ્ચિમ રેલવે રાજકોટ), પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જે.જાડેજા (રેલવે એલ.સી.બી.), પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નરસંગભાઈ જેગડા અને પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ગીરીશભાઈ ગુજરાતી (રેલવે સર્વેલન્સ સ્કોડ) પણ આ કામગીરીમાં સામેલ રહ્યા હતા.

(8:42 PM IST)