તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 1st July 2026
સ્વચ્છતા માટે પહેલા મારી શેરી, મારૂ ગામ અને મારૂ શહેરની ભાવના સાથે આગળ વધવુ પડશે : સિવિલમાં સ્વચ્છતા અભિયાન
રાજકોટ સહિત રાજયભરમાં ૧ર હજાર આરોગ્ય સંસ્થાઓમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ : હોસ્પીટલ અને મેડીકલ કેમ્પસના તમામ વિભાગોને સ્વચ્છ રાખવાનું લક્ષ્યાંક

રાજકોટ, તા. ૧ : રાજકોટ, તા. ૧ જુલાઈ - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરની જી.એમ.ઈ.આર.એસ. કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ કેમ્પસની ર્નસિંગ કોલેજ ખાતેથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
તા.૧થી ૭ જુલાઈ સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવી આરોગ્ય સંભાળ અને ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.
આ અવસરે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે આપણો સૌનો સાથ-સહકાર જરૂરી છે. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, સ્વચ્છતા માટે પહેલા મારી શેરી, પછી મારું ગામ અને પછી મારું શહેરૅની ભાવના સાથે આપણે આગળ વધવું પડશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ તબીબો અને ર્નસિંગ સ્ટાફને ડૉક્ટર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવતા અને તબીબોના યોગદાનને બિરદાવતા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આઝાદી પછી પヘમિ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી અને દેશના મહાન તબીબ ડૉ. બી. સી. રોયની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. કલેક્ટરએ નમો સ્વચ્છતા અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આગામી સાત દિવસમાં હોસ્પિટલ અને મેડિકલ કેમ્પસના તમામ વિભાગોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુવ્યવસ્થિત કરવાના છે. આ અભિયાનના અંતે પી.ડી.યુ. મેડિકલ કોલેજ, પી.ડી.યુ. હોસ્પિટલ, એમ.સી.એચ. બ્લોક, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ જિલ્લાની તમામ સી.એચ.સી., પી.એચ.સી. અને આયુષ્માન આરોગ્ય મંદિરોનું કેમ્પસ એટલું સ્વચ્છ અને સુવ્યવસ્થિત હોવું જોઈએ કે, બહારથી આવનાર કોઈપણ વ્યક્તિને આપણી સંસ્થા આદર્શરૂપ લાગે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના સાત દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન'નો રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓએ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પી.ડી.યુ. હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. દુસરાએ હોસ્પિટલની કામગીરી અને વિશેષતા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ સી.ડી.એચ.ઓ. ડૉ. પરેશ જોશીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મોનાલી માકડીયા, ડીન ડૉ. ભારતીબેન પટેલ સહિતના અધિકારીઓ તેમજ મેડીકલ કોલેજના કર્મયોગીઓ- વિદ્યાર્થીઓ, ર્નસિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:27 PM IST)










