News of Friday, 25th September 2026
ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની અમદાવાદ શહેરમાં નિકોલ અને કઠવાડા ખાતે શાખાઓનો શુભારંભ

રાજકોટઃ ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની અમદાવાદ શહેરમાં નિકોલ અને કઠવાડા ખાતે શાખાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના હસ્તે બંને શાખાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
વર્તમાન હરિફાઈયુક્ત બેંકીંગ વાતાવરણમાં અને ખાસ કરીને સહકારી બેંકીંગ ક્ષેત્રનાં પડકારજનક સમયમાં સહકારી બેંકીંગ ક્ષેત્રની ઇમેજ વધારવા હરહંમેશ અગે્રસર રહેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. જે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ઉતરોતર પ્રગતિ કરી રહેલ છે. બેન્કની કુલ ર૭ શાખાઓ છે જે પૈકી હાલ ૧પ શાખાઓ માલિકીના મકાનમાં કાર્યરત હોવાનું જણાવાયું છે.
આ પ્રસંગે ક્રાફટરુટસના ચેરપર્સનશ્રી આનરબેન પટેલ, નર્મદા બાયો કેમ લીમીટેડના ચેરમેન શ્રી દિનેશભાઇ કુંભાણી તથા વિશાલા ગૃપના અગ્રણી બિલ્ડર શ્રી પુરુષોત્તમભાઇ ગેવરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આજના બદલાતા યુગમાં, બેંકીંગ સેક્ટરમાં હરિફાઈમાં ઉભેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની તમામ શાખાઓ વાતાનુકુલિત તેમજ અદ્યતન સુવિધાસભર તેમજ નવી ટેકનોલોજી અને ગ્રાહક સેવા સંતુષ્ટિને પોતાના પાયાનાં મૂલ્યોમાં સ્થાન આપી ગ્રાહકોને સમજવાનો અને તેમની જરુરીયાત પ્રમાણે સર્વિસ પુરી પાડવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવાયું છે. બેન્કને અત્યાર સુધીમાં ૨૫ જેટલા વિવિધ બેંકીંગ એવોર્ડ મેળવેલ હોવાનું પણ જુલી સાવલીયા (ચીફ એકઝીકયુટીવ ઓફિસર)એ જણાવયું છે.
(2:59 PM IST)










