<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પ્‍લેન કટોકટીના સમયે હોસ્‍પિટલો માટે ‘કોડ યલો' એલર્ટ : સફળ

દુબઇથી મુંબઇ જતી ફલાઇટનું રાજકોટમાં ઇમરજન્‍સી લેન્‍ડીંગ : ગંભીરતા ધ્‍યાને લઇને વહીવટી તંત્ર દ્વારા : સીનર્જી, વોકહાર્ટ, ગોકુલ, સ્‍ટર્લીંગ સહિતની હોસ્‍પીટલોની ૪૦ થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ મેડીકલ, ઇમરજન્‍સી સ્‍ટાફ સાથે એરપોર્ટ જવા નીકળી : IMA અને ટીમ સિનર્જીની સર્તકતાની આરોગ્‍ય વિભાગ-વહીવટી તંત્ર દ્વારા પ્રસંશાઃ રાજકોટ કોઇપણ આપતી સામે મેડીકલ પડકારને પહોંચવા મેડીકલ ટીમ સક્ષમ : ડો. જયેશ ડોબરીયા

રાજકોટ, તા. ર૮ :  ગઇકાલે રાજકોટ એરપોર્ટ ઉપર દુબઇથી મુંબઇ જતી ફલાઇટનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરવામાં આવ્‍યુ઼. ઇમરજન્‍સી લેન્‍ડીંગનો કોલ આવતાની સાથે જ એરપોર્ટ ઉપર એલર્ટની સાથે જ રાજકોટની મોટી હોસ્‍પિટલની એમ્‍બ્‍યુલન્‍સને પણ પહોંચવાનો કોલ આવતા મેડીકલ ટીમ પણ ફાયરબ્રિગેડ, પોલીસ સાથે એરપોર્ટ પર જવા વાયુવેગે રવાના થયા હતા. સદનસીબે ૩.ર૭ મીનીટે આ ફલાઇટનું સફળતાપૂર્વક લેન્‍ડિગ કરાવવામાં આવ્‍યું ત્‍યારે મુસાફરો સહિત સૌને રાહત થઇ હતી.

ગઈકાલે બપોરે, મુંબઈ - દુબઇ ફ્‌લાઈટના વિમાનના ઈમરજન્‍સી લેન્‍ડિંગની સંભાવના અને તેના પરિણામે ઉદ્‌્‌ભવનારી કટોકટીને પહોંચી વળવા માટે રાજકોટની તમામ મુખ્‍ય હોસ્‍પિટલોને ‘કોડ યલો' (બાહ્ય આપાતકાલીન આપત્તિ) હેઠળ એલર્ટ મોડ પર મૂકવામાં આવી હતી. આ ગંભીર સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને હોસ્‍પિટલોને ખાસ કરીને દાઝેલા (બર્ન્‍સ) અને ટ્રોમાના દર્દીઓની તાત્‍કાલિક સારવાર માટેની તમામ તૈયારીઓ પૂર્ણ રાખવા સૂચના આપવામાં આવી હતી.

ઇમરજન્‍સી કોલ મળતાની સાથે વહીવટી સંપર્ક અધિકારીઓ અને હોસ્‍પિટલ પ્રબંધકોઃ સ્‍થિતિ પર સતત દેખરેખ અને ઝડપી સંકલન માટે વિવિધ હોસ્‍પિટલોના મુખ્‍ય સંચાલકો તથા તબીબી અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી હતીઃ

જેમાં સિનર્જી હોસ્‍પિટલ, સ્‍ટાર સિનર્જી હોસ્‍પિટલ,  ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ, ગોકુલ હોસ્‍પિટલ, વોકહાર્ટ હોસ્‍પિટલ, એચસીજી હોસ્‍પિટલ, ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ, ગિરિરાજ હોસ્‍પિટલ સહિતની હોસ્‍પીટલની ૪૦ થી વધુ એમ્‍બ્‍યુલન્‍સને  વહીવટી તંત્ર દ્વારા કામગીરીની પ્રશંસા ખૂબ જ ટૂંકી નોટિસમાં ઉત્‍કળષ્ટ સજ્જતા દાખવવા બદલ અને ઈમરજન્‍સી પ્રતિસાદ માટે રાજકોટ જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી (CDHO) અને કલેક્‍ટર કાર્યાલય દ્વારા ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટ તેમજ ‘ટીમ સિનર્જી'ના કામગીરીની વિશેષ સરાહના કરવામાં આવી છે.

રાજકોટ IMAએ ના પ્રમુખ ડો. તેજસ કરમટાએ અકિલાને જણાવેલ કે ગઇકાલે કલેકટર કચેરી ખાતેથી ઇમરજન્‍સી કોલ આવ્‍યો હતો. ઇમરજન્‍સી કોલ આવતાની સાથે જ પ્રથમ ગોકુલ હોસ્‍પિટલ કુવાડવા- રાજકોટની એમ્‍બ્‍યુલન્‍સને કુવાડવા રવાના કરી તેમજ IMAેના ગ્રૃપમાં તુરત એમ્‍બ્‍યુલન્‍સ અને મેડીકલ સ્‍ટાફ સાથે પહોંચવવા તાકીદ કરવામાં આવી હતી.

IMAના પૂર્વ પ્રમુખ ડો. જયેશ ડોબરીયાએ અકિલાને જણાવ્‍યું હતું કે ગઇકાલે દુબઇથી મુંબઇ જતી ઇન્‍ડીગોની ફલાઇટ ઇન્‍ટરનલ ખામીને કારણે ઇમરજન્‍સી લેન્‍ડીંગનો કોલ રાજકોટ એરપોર્ટને ર.૪પ કલાકે આવેલ. કલેકટર તંત્રને આરોગ્‍ય વિભાગે રાજકોટના અગ્રણી તબીબો ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટાને તુરત એમ્‍બ્‍યુલન્‍સ અને મેડીકલ સ્‍ટાફ સાથે પહોંચવા જણાવેલ અન્‍ય હોસ્‍પીટલ અને ડોકટરોની સાથે સંપર્ક કરી તાત્‍કાલીક ધોરણે રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પહોંચવા તાકીદ કરી હતી.

ડો. જયેશ ડોબરીયાએ વધુમાં જણાવેલ કે જયારે હોસ્‍પિટલ સિવાય બહાર કોઇ મોટી આપત્તિ આવી પડે ત્‍યારે હોસ્‍પિટલમાં કોડ યલો જાહેર કરવામાં આવે છે. જેમાં હોસ્‍પિટલના તમામ વિભાગો, ઇમરજન્‍સી સ્‍ટાફ સાથે ગણત્રીની મીનીટોમાં તૈયારી કરી લેતા હોય છે. અને એક સાથે ઘણા ગંભીર દર્દીઓ હોસ્‍પીટલમાં આવી પડે તો પણ તેને ઝડપી અને યોગ્‍ય સારવાર મળી રહે તેની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવે છે. આવા જ ‘કોડ યલો' ને જાહેર કરીને રાજકોટની ૧૦ મોટી હોસ્‍પિટલ કે જયાં પ્‍લાસ્‍ટીક સર્જન, ઓર્થોપેડીક, ક્રિટીકલ કેર, ઇમરજન્‍સી વિભાગ, આઇસીયુ એમ્‍બ્‍યુલન્‍સ તૈયાર કરીને લગભગ ૧૦ થી ૧પ મીનીટમાં રાજકોટમાં IMA ના વ્‍હોટસએપ મેસેજ સાથે પહોંચવા તાકીદ કરી હતી. સદભાગ્‍યે ૩.ર૦ મીનીટે ફલાઇટનું સફળતા પૂર્વક કોઇ જાનહાની વગર લેન્‍ડીંગ કરવામાં આવ્‍યું અને બહાર મુસાફરો સહી સલામત  રીતે નીકળતા તંત્રની સાથે તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંતમાં ડો. જયેશ ડોબરીયાએ જણાવ્‍યું કે આ ઘટનાથી રાજકોટની આઇએમએની લીડરશીપ હેઠળ ભવિષ્‍યમાં પણ કોઇપણ આવા આપતીકાળની પરિસ્‍થિતિ સર્જાય તો પણ રાજકોટની તબીબોની ટીમો ૧પ મીનીટમાં જે તે ઘટનાને પહોંચી વળવા હરહંમેશા તૈયાર રહે છે.

(3:31 PM IST)