News of Thursday, 21st May 2026
રાજકોટ શહેર-જીલ્લાના તમામ ૩૬૧ પેટ્રોલપંપ ઉપર કલેકટર તંત્રની ચાંપતી નજરઃ આજની તારીખે પેટ્રોલનો ૪૬ ટકા તથા ડીઝલનો ૩૩ ટકા જથ્થો છે
તમામ ઓઇલ કંપનીઓ સાથે તંત્ર સતત સંપર્કમાં પૂરવઠો ખોરવાય નહી તે માટે કડક સૂચનઃ જરૂર પડયે કેરબા અંગે સરકારની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ રાજકોટમાં હાલ ૪ પેટ્રોલપંપ બંધ...

રાજકોટમાં કુલ ૪ પેટ્રોલ પંપ હાલ બંધ છે, તેમાંથી બે પેટ્રોલપંપ તેમાં રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસે તથા મવડી ચોક પાસે ન્યારાનો પેટ્રોલપંપ બંધ છે તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા.૨૧: જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સુચારૂ રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લામાં ઈંધણની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈ પણ પંપ પર પુરવઠો ખોરવાય નહીં તે માટે કડક સૂચના આપવામાં આવી છે.
કલેકટર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ ૩૬૧ પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં IOCL 108,BPCL 82,HPCL 86,Nyara 59,Shell 08,Reliance Jio 18 સહિતના પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે. જેમાં માત્ર પેટ્રોલનો જથ્થો ૪૬ ટકા છે. જ્યારે ડીઝલનો જથ્થો માત્ર ૩૬ જેટલો છે. ત્યારે પેટ્રોલ પંપ નો જથ્થો ઓછો હોવાના કારણે તંત્ર પણ ઉંધા માટે થયું છે અને સતત પેટ્રોલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં આવવાનું કલેક્ટરે જણાવ્યું છે.
મહત્વનું છે કે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ન હોવાના કારણે ખેડૂતો સાથે પેટ્રોલ પંપ સંચાલકોને ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે માત્ર જિલ્લામાં ડીઝલનો જથ્થો ૩૬ ટકા જેટલો છે જેમાં ૨૦ ટકા જેટલો જથ્થો ઇમરજન્સી તેમજ અન્ય સરકારી સંસ્થાઓ માટે રિઝર્વ રાખવાના હોય છે જ્યારે પેટ્રોલનો જથ્થો પણ માત્ર ૪૬ ટકા જ છે.
કલેકટરએ ભારપૂર્વક કહ્યું કે, વહીવટી તંત્ર તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી જિલ્લામાં ઈંધણની અછત સર્જાય નહીં. ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જિલ્લાના વિસ્તારોમાં ડીઝલનો પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પેટ્રોલ પંપ ડ્રાય (ખાલી) ન થાય અને લોકોને કોઈ અગવડતા ન પડે તે જોવાની જવાબદારી પંપ સંચાલકોની છે.
ખેડૂતો અને સામાન્ય જનતા માટે, અગાઉની જેવી કટોકટી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે વહીવટીતંત્ર સતર્ક છે. જરૂર પડ્યે, કેરબા દ્વારા ડીઝલ મેળવવા માટે સરકારની અગાઉની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ આપવામાં આવી છે.
(2:48 PM IST)










