<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ઇશ્‍વરીયા પાર્કમાં મૂલાકાતીઓ વધારવા કલેકટર તંત્ર સવારે પ થી ૧૦ મોર્નીંગ વોક માટે ફ્રી એન્‍ટ્રી આપશે

નવરાત્રીમાં દાંડીયા માટે ભાડે આપવા અંગે વિચારણાઃ પાર્ક આખો દિ' ખુલ્લો રાખવા સૂચના...

રાજકોટ, તા.૨૩:  કલેકટર તંત્રની પીકનીક પોઇન્‍ટ ફલાવર વેલી-ઇશ્‍વરીયા પાર્કને નજીક ઈશ્વરીયા મહાદેવ પાસે આવેલ ૭૭ એકરમાં પથરાયેલ કલેક્‍ટર તંત્ર હસ્‍તકના ઈશ્વરીયા પાર્કને ડેવલપમેન્‍ટ પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. પાર્કમાં મુલાકાતીઓ વધારવા અને તેમાંથી આવક રળવા માટેના કેટલાક મહત્‍વના નિર્ણયો લેવામાં આવ્‍યા છે.  કલેક્‍ટર સહિતના ઉચ્‍ચ અધિકારીઓની ટીમે પાર્કની મુલાકાત કરી નવરાત્રીમાં ડાંડીયારાસ માટે મેદાન ભાડે આપવા વિચારણા શરૂ કરી હતી, જો કે તેમાં અનેક મહત્‍વની લૂપ પોઇન્‍ટ હોય આ મૂદો પડતો મુકાય તેવી શકયતા છે.

મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાન નવરાત્રીમાં ડાંડીયા માટે ભાડે આપવામાં આવે છે તે જ મોડેલ અપનાવવાનો નિર્ણય કલેક્‍ટર તંત્ર દ્વારા વિચારણા થઇ રહી છે. સાંસ્‍કળતિક કાર્યક્રમો માટે ભાડે આપવાની વિચારણા કરવામાં આવી છે તેમજ દિવાળી દરમિયાન પણ કાર્યક્રમ યોજાવામાં આવશે.

ઈશ્વરીયા પાર્કમાં મુલાકાતીઓની સંખ્‍યા વધારવા માટે કલેક્‍ટરે એક મહત્‍વનો નિર્ણય લઇપ્રાયોગિક ધોરણે બે મહિના સુધી ર્મોનિંગ વોક અને યોગા માટે નિઃશુલ્‍ક એન્‍ટ્રીનું ફાઇનલ કર્યુ છે, આ માટે પાર્ક વહેલી સવારના પાંચ વાગ્‍યે જ ખોલી દેવામાં આવશે. સવારના ૫ થી ૧૦ સુધી તમામ લોકોને મફત આપવામાં આવશે.

હાલ ઈશ્વરીયા પાર્ક અડધો દિવસ જ મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે. અત્‍યાર સુધી પાર્ક બપોરે ૩:૦૦ વાગ્‍યે ખુલ્લો થતો અને રાત્રે ૮:૦૦ વાગ્‍યે બંધ થતો હતો. પરંતુ હવે નાગરિકોની સુવિધાને ધ્‍યાનમાં રાખીને સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્‍યો છે. તે મુજબ સવારના ૧૦ વાગ્‍યાથી રાત્રીના ૮ વાગ્‍યા સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો છે. એટલે કે હવે મુલાકાતીઓને બપોરના બ્રેક વિના સીધો પાર્કમાં પ્રવેશ મળી શકશે.

(2:58 PM IST)