તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
સેવાના રંગ, રાષ્ટ્રને સંગઃ કાલે રેસકોર્સ ખાતે ૧,૫૦૦થી વધુ છાત્રો રચશે ભારતના નકશા આકારની ભવ્ય માનવ સાંકળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં સેવા, સુશાસન અને સમર્પણની ૨૫ વર્ષની અભૂતપૂર્વ સફર ૮૦ ફૂટની પ્રાકળતિક રંગોળીમાં અનાજ, બાંધણી અને સાડીઓ થકી ઉજાગર થશે સૌરાષ્ટ્રનો સાંસ્કળતિક વારસો થશે રજૂ! મંત્રી રિવાબા જાડેજાની ખાસ ઉપસ્થિતી

રાજકોટ, તા. ૫: ઓક્ટોબર : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં સેવા, સુશાસન અને સમર્પણની ૨૫ વર્ષની અભૂતપૂર્વ સફરની ઉજવણીના ભાગરૂપે રાજકોટના હાર્દસમા રેસકોર્સ ખાતે ‘‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ''શીર્ષક હેઠળ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતના નકશા આકારની વિશાળ માનવ સાંકળ રહેશે. તા. ૬ ઓક્ટોબરના રોજ સવારે ૯ કલાકે ૧,૫૦૦થી વધુ છાત્રો એકસાથે જોડાઈને ભારતના નકશાની પ્રતિકળતિરૂપ માનવ સાંકળ રચશે. આ માનવ સાંકળના માધ્યમથી સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને ‘સ્વચ્છ ભારત'નો પ્રેરક સંદેશ આપવામાં આવશે.
આ સાથે રેસકોર્સ ખાતે ૮૦ ફૂટના વિશાળ વર્તુળમાં અનોખી પ્રાકળતિક રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. રંગોળીમાં પરંપરાગત રંગોની સાથે અનાજ, બાંધણી અને વિવિધ પ્રકારની સાડીઓ જેવી સામગ્રીનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરવામાં આવશે. આ રંગોળીના માધ્યમથી સૌરાષ્ટ્રની આગવી કલા, પરંપરા, સંસ્કળતિ અને સમળદ્ધ વારસાની મનમોહક ઝલક રજૂ થશે.
વિશાળ માનવ સાંકળ અને પ્રાકળતિક રંગોળી રાજકોટવાસીઓ માટે વિશેષ દૃશ્ય અનુભવ બની રહેશે. સ્વચ્છતાના સંદેશ સાથે છાત્રોની સહભાગિતા અને સૌરાષ્ટ્રની પરંપરાગત કલા-સંસ્કળતિનો સમન્વય સમગ્ર આયોજનને યાદગાર બનાવશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાનાં મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો કોર્પોરેટરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ ભવ્ય માનવ સાંકળ અને પ્રાકળતિક રંગોળી તા. ૬ અને ૭ ઓક્ટોબરના રોજ નાગરિકો માટે નિહાળવા ખુલ્લી રહેશે. રાજકોટના નાગરિકોને આ અનોખા આયોજનની મુલાકાત લઈને સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કળતિક વારસાના પ્રરક સંદેશના સાક્ષી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:43 PM IST)










