તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
પોરબંદરના યુવાનના અકસ્માત મળત્યુના કેસમાં મળતકના વારસોને ૭૫ લાખનો વળતરનો ચેક અર્પણ

રાજકોટ, તા.૨૧: પોરબંદરના રહેવાશી અને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા રાજકોટ ખાતે નોકરી કરતાં ચિરાગભાઈ જગદીશભાઈ ચીકાણીનું ગત તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ ડમ્પર ટ્રક હડફેટે અવશાન થયેલ જેથી ગુજ. ચિરાગભાઈ ના વારસો તેમના માતા, પત્ની અને સગીર પુત્રીઓએ મોટર એક્સીડેન્ટ ટ્રિબ્યુનલ કોર્ટ રાજકોટ ખાતે ડમ્પર ટ્રક ના માલિક અને વીમા કું. પાસેથી વળતર મેળવવા અરજી દાખલ કરેલ જેમાં ગુજ. ના વારસદારોને ટુકા ગાળામા કુલ રૂ. ૭૫,૦૦,૦૦૦/- નુ વળતર મંજુર કરાવી ચેક અર્પણ કરાવેલ હતો.
આ કેસની વિશેષ હકીકત મુજબ મૂળ પોરબંદરના રહેવાશી અને રાજકોટના લોધિકા ખાતે પરિવારના ભરણ-પોષણ માટે નોકરી કરવા આવેલ સોની પરીવારના યુવા ચિરાગભાઈ જગદીશભાઈ ચીકાણી નું ગત તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ ડમ્પર ટ્રક હડફેટે અકસ્માત થયેલ જે અકસ્માતમાં ચિરાગભાઈ ને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મરણ પામેલ જેથી ગુજ. ચિરાગભાઈ ના વારસદારો દ્વારા પોતાના વકીલ શ્રી કલ્પેશ કે. વાઘેલા અને અર્જુન ડી. કારીયા (ગઢવી) મારફત સામાવાળા ડમ્પર ટ્રક ના માલિક અને વીમા કું. બજાજ જનરલ ઇન્સ્યુ. કું. લી. સામે મોટર એક્સીડન્ટ ટ્રીબ્યુનલ રાજકોટ સમક્ષ વળતર મેળવવા અરજી દાખલ કરેલ હતી.
આ અરજી કોર્ટ દ્વારા વીમા કું. બજાજ જનરલ ઇન્સ્યુ. કું. લી. ના ઓફિસર પાર્થભાઈ ગાંધીને નોટિશની બજવણી કરતાં વીમા કું. તરફે વકીલ વી. કે. કકકડ હાજર રહેલ અને ગુજ. ના વારસદારોના વકીલ દ્વારા વીમા કું. સમક્ષ ગુજ. ના આવક ના પુરાવા અને ગુજ. ના અવશાન થી ગુજ. ના વારસદારો પર આવી પડેલ વિકટ પરીસ્થિતિથી માહિતગાર કરેલ તેમજ વીમા કું. ના ઓફિસર પાર્થભાઈ ગાંધી દ્વારા ઉપરોકત કેસમાં ગુજ. ના વરસદારોમાં ગુજ. ની બે સગીર બાળકીઓને ધ્યાનમાં રાખી ખૂબ જ મેહનત કરી ગુજ. ના વારસોને ઝડપી ન્યાય મળે તે હેતુથી ઉપરોકત સમાધાન કરવામાં આવેલ તેમજ સદરહુ ૭૫,૦૦,૦૦૦/- નો ચેક ઙ્ઘિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી સી. કે. ચૌહાણ તેમજ સ્પેશીયલ મોટર એક્સિડન્ટ ટ્રીબ્યુનલ રાજકોટના જજ શ્રી જે. ડી. સોલંકી તેમજ જીલ્લા કાનૂની સત્તા મંડળના સક્રેટરી જજ શ્રી કે. બી. રાઠોડ દ્વારા ગુજ. ના વારસોને ચેક અપાવેલ હતો.
ઉપરોક્ત કામમાં ગુજ. ના વારસદારો વતી વકીલ શ્રી કલ્પેશભાઈ કે. વાઘેલા, અર્જુન ડી. કારીયા (ગઢવી), કરણ ડી. કારીયા(ગઢવી) રોકાયેલ હતા
(3:53 PM IST)










