News of Friday, 16th October 2026
પડધરી પાસેની લૂંટમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો લેણદારોને રૂપિયા ચૂકવવા લૂંટનું તરકટ રચ્યુ'તું!
રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી લૂંટની ફરીયાદ કરનાર ન્યારા ગામના મોતી ચાવડીયાની ધરપકડ કરીઃ ચાંદીનું કડુ વેચી લેણદારોને રૂપિયા આપ્યા

રાજકોટ તા. ૧૬ :.. પડધરીના ઇશ્વરીયા ગામ પાસે ત્રણ દિ' પૂર્વેની લૂંટની ઘટનામાં પોલીસ તપાસમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો હતો. લેણદારોને રૂપિયા ચૂકવવા લૂંટનું તરકટ રચ્યુ હોવાનું ખુલ્યું હતું.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઇપીએસ ) રાજકોટ રેન્જ,રાજકોટ નાઓના માર્ગદર્શન શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નીચે મુજબની પરીણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
મળતી વિગતો મુજબ પડધરી તાલુકાના ઇશ્વરીયાગામ થી ન્યારાગામ તરફ જતા રસ્તામા જી.એમ કારખાનાના પાટીયા પાસે રોડ ઉપર ગઇ તા.૧૨/૧૦/૨૦૨૬ ના રાત્રીના આશરે ફરીયાદી મોતીભાઇ આશરે વ્યાસ ગુમ કેરી ગાડી રજી નં જીજે-૦૩-બી.ઝેડ-૪૮૮૪ વાળી લઇને જેતપુર ખાતે ભાડુ ખાલી કરી પરત પોતાના ઘરે ન્યારા ગામ આવતા હતા ત્યારે ત્રણ અજાણ્યા માણસો બે મોટર સાયકલ ઉપર આવી ફરીયાદીને રોકવાનો પ્રયાસ કરતા ફરીયાદીએ ગાડી ઉભી ન રાખતા ગાડીનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી ફરીયાદીએ પોતાની ગાડી ઉભી રાખી નીચે ઉતરતા આંખમા સ્પ્રેછાંટી ઢીકાપાટુનો મુઢમાર મારી ફરીયાદીના ખિસ્સામાંથી રોકડા રૂ.૯૮૦૦/- તેમજ હાથમા પહેરેલ ચાંદીનું કડુ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા ચાંદીની વીંટી કિ.રૂ.૨૫૦૦/- મળી ફુલ કિ.રૂ.૭૨,૩૦૦/-ની લુંટ કર્યાની ફરીયાદ કરતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીએ ફરીયાદી મોતીભાઈ હેમતભાઇ ચાવડીયા જાતે-ભરવાડ ઉ.વ.૩૬ રહે.ન્યારા ગામ તા.પડધરી વાળાને બનાવ બાબતે ઉંડાણપુર્વક તેમજ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા કબુલાત આપેલ કે પોતાને પૈસાની ભીંસ હોય અને પોતે પોતાના પરીવારની જાણ બહાર ઉછીના પૈસા લીધેલ હોય અને લેણદારોને ઉછીના લીધેલ પૈસા ચુકવવાના હોય જેથી આ કામના ફરીયાદીએ પોતાની સાથે લુંટ થયેલનો ખોટો પ્લાન બનાવેલ હતો જેથી ફરીયાદીની વધુ પુછપરછ દરમ્યાન કબુલાત આપેલ કે પોતાનુ ચાંદીનુ કડુ તેમજ ચાંદીની વીટી રાજકોટ સોનીબજારમા સોનીની દુકાને વહેચી નાખેલ અને તેના રૂપીયા ૫૬,૦૦૦/- આવેલ તે પોતાની માગતા લોકોને ચુકવી આપેલ હોવાની હકીકત જણાવતા તેના કબ્જોમાંથી હસ્તગત કરેલ મોતીભાઇ ઉર્ફે જબો હેમતભાઇ ચાવડીયા જાતે-ભરવાડ ઉ.વ.૩૬ સરનામું રહે. ન્યારા ગામ તા.પડધરી જી.રાજકોટ
ચાંદીનુ કડુ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા (૨) ચાંદીની વીટી કિ.રૂ. ૨૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરાઇ હતી.
આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઇ. જે.પી.રાવ પીએસઆઇ એચ.સી. ગોહીલ, પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન. ભરવાડ એએસઆઇ બાલકળષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રીજરાજસિહ જાડેજા, એએસઆઇ રોહિતભાઈ બકોત્રા ખ્લ્વ્ જયવીરસિહ રાણા એએસઆઇ ભાવેશભાઇ કાથડભાઇ એચસી શીવરાજભાઈ ખાચર એચસી છત્રપાલસિહ જાડેજા એચસી પ્રતાપસીંહ સોલંકી એચસી ભગીરથસિહ જાડેજા એચસી ભરતભાઈ ગમારા એચસી નીલેશભાઇ ડાંગર એચસી અરવિદસિહ જાડેજા એચસી કૌશીકભાઈ જોષી તથા પીસી વિજયભાઇ ખડીયા દ્વારા કરવામાં આવી હતી
(3:18 PM IST)










