તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સોમવારથી શહેરમાં સ્ટ્રીટ લાઇટોની ફરિયાદો ભૂતકાળ બનશેઃ વન-ડે વન વોર્ડ યાત્રા
શહેરમાં વોર્ડવાઇઝ જનસુનાવણીઃ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ : તા.૨૦ ઓગસ્ટ સુધી દરરોજ રાત્રે ૮થી ૧૧ વાગ્યા સુધી સંબંધિત વોર્ડ ઓફિસમાં લાઇટિંગ સમિતિ, કોર્પોરેટરો અને ટેકનીકલ ટીમ રહેશે હાજરઃ કંટ્રોલ રૂમ નંબર ૧૫૫૩૦૪ પર પણ નોંધાવી શકાશે ફરિયાદઃ પરેશ ઠાકર

રાજકોટઃ મહાનગરપાલિકાની લાઇટિંગ સમિતિ દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે વિશેષ જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦ જુલાઈથી ૧૨ ઓગસ્ટ દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી સંબંધિત વોર્ડ ઓફિસ ખાતે યોજાશે.
રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલો માં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં આવેલ છે. તેમાં રોશની કમિટીના ચેરમેન / વાઈસ ચેરમેન તેમજ સભ્યશ્રીઓ દરેક વિસ્તારમાં દરરોજ રાત્રિના ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી પ્રત્યેક વોર્ડમાં સ્થળ ઉપર વોર્ડ ઓફીસે બેસીને સ્ટ્રીટ લાઈટ સંબંધીત ફરિયાદો જે તે વોર્ડમાં જઈને સાંભળવાના છે.
જે તે વોર્ડમાં આવેલ ફરિયાદો તેમજ પેન્ડીંગ ફરિયાદો તેમજ જુદી જુદી ટેકનીકલ એરર સંબંધીત પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ થાય તેવી આગોતરી વ્યવસ્થા રોશની કમિટીના ચેરમેન ડો.પરેશ ઠાકર, વાઈસ ચેરમેન રાજશ્રીબેન, રીટાબેન સખીયા, જયશ્રીબેન જાડેજા અને રાજેશભાઈ સાગઠીયા ધ્વારા વિધાનસભા વાઈઝ જુદા જુદા વોર્ડમાં પ્રશ્નો સાંભળવા માટે રૂબરૂ જવાના છે. જે અનુસંધાને ટેકનીકલ આસીસ્ટન્ટની ટીમ પ્રત્યેક વોર્ડમાં કમિટીના સદસ્યો સાથે રહી સ્થળ ઉપર જ પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે આદેશ કરાશે.
સોમવારે તા.૨૦ જુલાઈના રોજ યોજાનાર પ્રથમ જનસુનાવણીમાં મેયર નેહલબેન શુક્લ, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
નાગરિકો પોતાની ફરિયાદો સીધી વોર્ડ જનસુનાવણીમાં રજૂ કરી શકશે. ઉપરાંત, સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદો માટે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ નંબર ૧૫૫૩૦૪ પર પણ સંપર્ક કરી શકાશે. કંટ્રોલ રૂમમાં નોંધાયેલી ફરિયાદો પણ સંબંધિત વોર્ડના અધિકારીઓને મોકલી સ્થળ પર જ નિરાકરણ લાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ વોર્ડ વાઈઝ રજુઆત સાંભળવા માટે અને પ્રશ્નોના નિરાકરણ માટે વિધાનસભા ૬૮-રાજકોટ (પૂર્વ) ના ઈન્ચાર્જ તરીકે રાજશ્રીબેન માલવીયા ૬૯-રાજકોટ(પヘમિ) માં રીટાબેન સખીયા તેમજ ૭૦-રાજકોટ (દક્ષિણ) તથા ૭૧-રાજકોટ (ગ્રામ્ય) માં રાજેશભાઈ સાગઠીયા ઈન્ચાર્જ રહેશે.
વોર્ડવાઇઝ જનસુનાવણીની તારીખો ૨૦ જુલાઈથી શરૂ થઈ ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં દરરોજ એક વોર્ડમાં કાર્યક્રમ યોજાશે. વિશેષ રજુઆત માટે લાઈટીંગ સમિતીના ચેરમેનશ્રી ડો.પરેશ ઠાકરએ જણાવ્યું છે કે, વોર્ડમાં ફરિયાદ સંકલન કાર્યક્રમ અંતર્ગત જે કોઈને કોઈપણ પ્રકારના રાજકોટ મહાનગર પાલીકા રોશની વિભાગ અંતર્ગત સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો હોય તો ૧૫૫૩૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:46 PM IST)










