News of Monday, 23rd November 2026
ગીતા વિદ્યાલય દ્વારા ભગવદગીતાના શુધ્ધ ઉચ્ચાર સાથેના સંગીતમય સંપૂર્ણ ગીતાપાઠ યુટયુબ પર નિઃશૂલ્ક ઉપલબ્ધ

રાજકોટઃ બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ગીતા મંદિર છેલ્લા ૭૭ વર્ષોથી ગીતા પ્રચાર-પ્રસારમાં કાર્યરત છે. ભાવિકો શ્રધ્ધાળુઓ પોતાના અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે આત્મકલ્યાણાર્થે સસ્વરે ગીતાજીના પાઠ કરી શકે તેવા ઉમદા હેતુથી ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા પૂ.શ્રી મનહરલાલજી મહારાજે તિરુપતિ પેટોલીયમના પરિમલ અમુભાઈ ઘેલાણીના સૌજન્યથી ૧૯૯૬માં ગીતા વિદ્યાલયની બાલિકાઓના મધુર કંઠે શુદ્ધ ઉચ્ચાર સાથેના ભગવદ્દ ભગવદ્દગીતાના સંગીતમય સંપૂર્ણ ગીતાપાઠનું ઓડિયો કેસેટ રેકોર્ડીંગ આશીર્વચન, પ્રસ્તાવના, ગીતા કરાવેલું. જેમાં પૂ.શ્રી મનહરલાલજી મહારાજના મહાત્મય, ગીતાજીના એક થી અઢાર અધ્યાયના ૭૦૦ શ્લોકો અને ગીતાજીની આરતીનો સમાવેશ કરેલ છે. પ્રાતઃકાળે તેમજ પૂજા સમયે પાઠ કરવા માટે ઉત્તમ આ ગીતાપાઠની વિશેષતા એ છે કે કોઈ પણ વ્યક્તિ હાથમાં ગીતાજીનું પુસ્તક રાખીને આ ગીતાશ્લોકોનું શ્રવણ અને પઠન બન્ને કરી શકે છે.વર્તમાન સમયની માંગ મુજબ ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા આ પાવક ગીતાપાઠને યુટ્યુબ (YouTube) પર નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ કરેલ છે. જેની યુટ્યુબ લિક Gita Vidyalaya Official છે. જેમાં ભાવિકો ગીતાજીના એકથી અઢાર અધ્યાયમાંથી કોઈ પણ અધ્યાયનો ક્રમ પસંદ કરીને તેનો પાઠ કરી શકે છે. વધુ વિગત અને માહિતી માટે જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ ગીતા મંદિરમાં સાંજે ૫-૦૦ થી ૭-૩૦ દરમ્યાન રૂબરૂ તેમજ મોબાઈલ નં.૯૮૯૮૩૧૮૨૮૬ નો સંપર્ક કરવાનું ગીતા વિદ્યાલય પરિવારની યાદીમાં જણાવાયું છે
(2:38 PM IST)










