તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મારવાડી કોલેજની હોસ્ટેલમાં આંધ્રપ્રદેશની કોમ્પ્યુટર એન્જીિનીયરીંગની છાત્રાનો ૧૦મા માળેથી કૂદી આપઘાત
પરિવારની એકની એક દિકરી હતીઃ બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતીઃ કુવાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જ્યાં ઘટના બની તે મારવાડી કોલેજની હોસ્ટેલ, ઘટના સ્થળે છાત્રાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો તે દ્રશ્ય તથા વિગતો જણાવતાં મારવાડી યુનિવર્સ્ટિીના ડે. રજીસ્ટ્રાર વર્ગીશ નીશીધ જોઇ શકાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં રહેતી આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થીનીએ સવારે હોસ્ટેલના દસમા માળેથી કૂદી જઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓ અને સમગ્ર યુનિવર્સિટીમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં રહેતી મુળ આંધ્રપ્રદેશની સોૈબર્નીકા વ્યંકટેશ અલ્લા (ઉ.વ. ૧૯) નામની છાત્રાએ સવારે સવા દસેક વાગ્યે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં એ-વિંગ૧૦મા માળે જઇ છલાંગ લગાવી દેતાં અવાજ થતાં બીજા છાત્રા-છાત્રો અને સિક્યુરીટી ગાર્ડ દોડી ગયા હતા. આ દરમિયાન કોઇએ ૧૦૮ બોલાવી હતી.
ઘટનાની જાણ થતાં મારવાડી કોલેજના ડેપ્યુટી રજીસ્ટ્રાર વર્ગીસ નિધીશ સહિતના પહોંચી ગયા હતાં. આ દરમિયાન ૧૦૮ પણ આવી ગઇ હતી. વર્ગિસ નિધીશના જણાવ્યા મુજબ અમે તુરત જ ૧૦૮ મારતફ છાત્રાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.
આ વિદ્યાર્થીની મુળ આંધ્રપ્રદેશની વતની હતી અને અહિ કોમ્પ્યુટર એન્જિનીયરીંગ એઆઇમાં અભ્યાસ કરતી હતી. તે એક વર્ષ પુરૂ કર્યા બાદ હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. સવારે સવા દસેક વાગ્યે તેણે હોસ્ટેલના દસમા માળેથી પડતું મુકી દીધુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટીમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
આત્મહત્યા કરનાર છાત્રા માતા-પિતાની એકની એક દિકરી હતી. તેની કઝીન સીસ્ટર પણ અહિ જ રહીને ભણે છે. છાત્રાએ આ પગલુ કયા કારણોસર ભર્યુ? તે અંગે કઝીનને પણ ખબર નથી. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને કરતાં પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં વિશેષ તપાસ પીએસઆઇ આર. કે. સામુદ્રે સહિતની ટીમે હાથ ધરી છે. શરૂ પોલીસ છાત્રાના મોબાઇલ ફોન કોલ ડિટેઇલ સહિતને આધારે તપાસ કરશે તેમજ તેની સાથે અભ્યાસ કરતાં અન્ય છાત્રા-છાત્રો પાસેથી પણ માહિતી મેળવવા કાર્યવાહી કરશે. બનાવને પગલે હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સાથે અભ્યાસ કરતાં છાત્રો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં. ડે. રજીસ્ટ્રાર વર્ગીશ નીધીશ પણ અહિ પહોંચ્યા હતાં. સોૈબાર્નિકા ઘટના પહેલા ફોનમાં વાત કરી રહી હોવાની ચર્ચાને પગલે પોલીસે આ અંગે ખરાઇ કરવા તપાસ હાથ ધરી હતી.
(3:24 PM IST)










