તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
વોર્ડ નં ૪,૫ અને ૬ના કોîગ્રેસના ઉમેદવારો ‘‘અકિલા’’ના આંગણે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. આવતીકાલે ઍટલે કે ૨૬ ઍપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને હાથ બદલશે હાલાતના સૂત્ર સાથે મતદારોને આકર્ષવાનો અંતિમ પ્રયાસ કર્યો છે. શહેરના મહત્વના વોર્ડ નં. ૪, ૫ અને ૬ માં ઉમેદવારોઍ ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો છે અને કોંગ્રેસનું કમિટમેન્ટના નામે વિકાસના વચનો આપ્યા હોવાનું ઉમેદવારોઍ જણાવ્યું હતું
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પત્રિકાઅોમાં શહેરના સવા*ગી વિકાસ માટે ૧૨ મુખ્ય મુદ્દાઅો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૫૦ વાર સુધીના મકાનો પરનો ઘરવેરો માફ કરવાથી લઈને, રિહેબિલિટેશન વિના ડિમોલિશન નહીં કરવાનો મહત્વનો વાયદો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વોટર ટાસ્ક ફોર્સની રચના, તમામ સરકારી શાળાઅોને આધુનિક ડિજિટલ શાળા બનાવવી, દરેક વોર્ડમાં ૨૪/૭ આરોગ્ય કેન્દ્ર અને મહિલાઅો તથા વિદ્યાર્થીઅો માટે સિટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરી જેવા વચનો આવ્યા છે.
વોર્ડ નં.૪ના કોîગ્રેસના ઉમેદવારો કલ્પનાબેન ગોસ્વામી , શીતલબેન પરમાર , ઠાકરશીભાઈ ગજેરા અને દીપકભાઈ મકવાણા.
વોર્ડ નં. ૫માં જીતેન્દ્રભાઈ રૈયાણી મનિષાબેન મુંગલપરા , રૈયાભાઈ બાંભવા અને હંસાબેન સોનારા .
વોર્ડ નં. ૬માં કોંગ્રેસના શૈલેષભાઈ સાકરિયા ઉકેશભાઈ રબાર દક્ષાબેન મકવાણા અને પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:18 PM IST)










