તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 16th April 2026
રાજકોટના વિકાસ માટે કોંગ્રેસના ‘શિક્ષિત અને સેવાભાવી' ચહેરાઃ અનુભવ અને યુવાશક્તિનો અનોખો સંગમ
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આરજે આભા દેસાઈ, ડો.રતિલાલ ડોબરીયા, ઉદ્યોગપતિ ભાવેશભાઈ ચૌહાણ અને ભાર્ગવીબા ગોહિલ મેદાનમાં: લોકસેવાના મજબૂત સંકલ્પ સાથે મતદારો વચ્ચે

રાજકોટઃ રાજકોટના સર્વાંગી વિકાસ અને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે આ વખતે કોંગ્રેસ દ્વારા શિક્ષિત, કર્મઠ અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરથી લઈને પીએચ.ડી. સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવતા અનુભવી અને સેવાભાવી ચહેરાઓનો સમાવેશ થાય છે.
વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના આ ઉમેદવારોનો પરીચય જોઈએ તો આરજે આભા દેસાઈ રાજકોટની લાડકી દીકરી અને જાણીતા રેડિયો જોકી આભા દેસાઈ હવે રાજકારણના માધ્યમથી શહેરની સેવા કરવા તત્પર છે. તેમણે પ્લાસ્ટિક મુક્ત રાજકોટના અભિયાન હેઠળ ૭૨ કલાક જેલવાસ ભોગવી ૨૦૧૪ કિલો પ્લાસ્ટિક એકઠું કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. ડિગ્રી અને કોર્પોરેટ જગતનો અનુભવ ધરાવતા આભા દેસાઈ સ્પોર્ટ્સ વિલા અને વિવિધ કેફેના કો-ફાઉન્ડર પણ છે. ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર અને ‘વુમન ડાયરીઝ' દ્વારા હજારો મહિલાઓના અવાજ બન્યા છે.
ડો. રતિલાલ ડોબરીયાઃ ૩૭ વર્ષનો વહીવટી અને શૈક્ષણિક અનુભવ ધરાવતા ડો. રતિલાલ ડોબરીયા એક મજબૂત બૌદ્ધિક ચહેરો છે. એમ.કોમ, પીએચડી અને એલએલબી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી વિભાગમાં સેવાઓ અને ૩૨ વર્ષ સુધી અધ્યાપન કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ૩૨ વર્ષની સેવામાં એક પણ તબીબી રજા ન લેવાનો અદભૂત રેકોર્ડ ધરાવે છે,
ભાવેશભાઈ ચૌહાણઃ સફળ ઉદ્યોગપતિની સાથોસાથ સેવાકીય પ્રવૃતિઓ સાથે કરી રહ્યા છે.
કોરોનાકાળમાં અતિથિ દેવો ટ્રસ્ટ' સાથે મળીને ભોજન વિતરણ કર્યું. પરિવાર દ્વારા ૩.૭ લાખના ખર્ચે 'જીવદયા રથ' અર્પણ કરી અબોલ જીવોની સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમૂહ લગ્નોત્સવ, નિઃશુલ્ક ચિકિત્સા શિબિરો અને યુવા પ્રોત્સાહન માટે સતત કાર્યરત.
રાજકોટને કર્મભૂમિ બનાવી નિઃસ્વાર્થ જનસેવામાં પરોવાયેલા ભાર્ગવીબા ગોહિલ નેતૃત્વની ક્ષમતા ધરાવે છે. DBFSPL ના HR હેડ અને 'રાઈઝિંગ રાજપૂતાણી ગ્રુપ' ના ફાઉન્ડર. છે.
મહિલાઓમાં આત્મનિર્ભરતા, બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિચન અને આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવી રહ્યા છે. યોગ, નેચરોપેથી અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વસ્થ સમાજની રચના માટે કટિબદ્ધ હોવાનું જણાવેલ.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના ઉમેદવારો આરજે આભા દેસાઈ, ડો.રતિલાલ ડોબરિયા, ભાવેશભાઈ ચૌહાણ, ભાર્ગવીબા ગોશિલ અને વિજયભાઈ ચૌહાણ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:27 PM IST)










