<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

કોંગ્રેસ, મુસ્લિમ અને પાકિસ્તાન વિના ભાજપ એક પણ મુદે ભાષણ આપી શકે નહીં : કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરના ચાબખા

રાજકોટ ખાતે કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષે મહિલા અનામત બિલ અંગે ભાજપ પર કર્યો પ્રહાર:બહેનોના સપના કોંગ્રેસ નહીં ભાજપ તોડી રહી છે, દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપેલ છે.

 રાજકોટ ખાતે કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષે  મહિલા અનામત બિલ અંગે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા, તેણીએ કહ્યું હતું કે  બહેનોના સપના કોંગ્રેસ નહીં ભાજપ તોડી રહી છે, દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપેલ છે. ગાંધીજી ઇચ્છતા કે મહિલા અને ખેડૂતોને સન્માન મળે. 2023 વાળું બિલ તાત્કાલિક બિલ પાસ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે છે. 2024 સુધીમાં એ બિલ લાગુ કેમ ના કર્યું એવો સવાલ ઉઠાવી પ્રગતિ આહીરે જણાવ્યું હતું કે  તમિલનાડુ અને બંગાળમાં ઇલેક્શનમાં ફાયદો લેવા માટે આ બિલ લાગુ કરવું હતું. મહિલા અનામતના નામે સીમાંકન કરીને ભાજપ ફાયદો લેવા માંગે છે. કોંગ્રેસ, મુસ્લિમ અને પાકિસ્તાન વિના ભાજપ એક પણ મુદે ભાષણ આપી શકે નહીં.

(5:52 PM IST)