<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

કોંગ્રેસ વિચાર વિભાગ દ્વારા જવાહરલાલ નેહરૂની જન્‍મજયંતી નિમિત્તે પરિસંવાદ યોજાયો

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગ દ્વારા પંડિત જવાહરલાલ નેહરુની ૧૩૭મી જન્‍મજયંતી નિમિત્તે રાજકોટના સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કૂલ કેમ્‍પસ ખાતે વિશેષ પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ વિચાર વિભાગના ચેરમેન કેપ્‍ટન પ્રવીણ દાવરે જણાવ્‍યું હતું કે ભારતની આઝાદી માટે નેહરુ પરિવારે અસાધારણ ત્‍યાગ અને બલિદાન આપ્‍યા હતા. મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ પિતા-પુત્ર બંનેએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્‍યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના ત્‍યાગ અને રાષ્‍ટ્રહિત માટેના યોગદાનને પણ યાદ કર્યું હતું.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે નેહરુજીની વિચારધારા માત્ર ઇતિહાસ નથી, પરંતુ આજની જનરેશન ઝેડ માટે પણ એટલી જ પ્રાસંગિક છે. લોકશાહી. બંધારણ, વૈજ્ઞાનિક અભિગમ અને સામાજિક સમાનતાના મૂલ્‍યો યુવા પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસની છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્‍યક્ષ ડૉ. નિદત્ત બારોટે જણાવ્‍યું હતું કે વૈભવી જીવન છોડીને મોતીલાલ નેહરુએ પોતાની સફળ વકીલાત છોડી અને મિલકત રાષ્‍ટ્રીય કાર્ય માટે સમર્પિત કરી હતી. જ્‍યારે જવાહરલાલ નેહરુએ આઝાદી માટે લગભગ નવ વર્ષ જેલમાં વિતાવ્‍યા હતા. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ૩૧ ખઑગસ્‍ટ, ૧૯૨૯ના રોજ રાજકોટની ધરતી પરથી નેહરુજીએ કાઠિયાવાડના યુવાનોને સામંતશાહી સામે અવાજ ઉઠાવવા અને સમાન અધિકારો માટે સંઘર્ષ કરવાનો સંદેશ આપ્‍યો હતો. આઝાદીના સાચા ઇતિહાસ અને સ્‍વાતંત્ર્યસેનાનીઓના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્‍પ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઈ વોરા, દિપ્તીબેન સોલંકી, ડો હેમાંગભાઈ વસાવડા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા, મનીષાબા વાળા, સુરેશ બથવાર, શૈલેષ કપુરીયા, હરદેવસિંહ જાડેજા, સંજય લાખણી સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:35 PM IST)