<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

બંધારણના નામે કોંગ્રેસ અરાજકતા ફેલાવે છેઃ મોહિતસિંહ જાડેજાનો આક્રમક પ્રહાર

‘કોંગ્રેસને બંધારણની વાતો કરવાનો નૈતિક અધિકાર નથી': નહેરુને બદલે સરદાર પટેલને પ્રથમ વડાપ્રધાન બનાવ્‍યા હોત તો?

જંગલેશ્વર ડિમોલીશન મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ બંધારણના નિયમોનો ભંગ થયો હોવાના આક્ષેપો કરતાં વોર્ડ નં. ૧૩ના ભાજપના યુવા કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ કોંગ્રેસ સામે આક્રમક મોરચો ખોલ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસને બંધારણની વાતો કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. જો કોંગ્રેસ ખરેખર બંધારણ અને લોકશાહી મૂલ્‍યોનું સન્‍માન કરતી હોત તો જવાહરલાલ નહેરુના બદલે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવ્‍યા હોત. મોહિતસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસનું કામ માત્ર અરાજકતા ફેલાવવાનું અને વિકાસના કામોમાં અવરોધ ઊભા કરવાનું છે. જંગલેશ્વર ડિમોલીશનના મુદ્દે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો

(3:58 PM IST)