<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજ્‍ય સરકાર, પોલીસ, કલેક્‍ટર તંત્રના કંટ્રોલ રૂમને સતત દોડતું રાખતું કોંગ્રેસ

ભાજપ દ્વારા આચારસંહિતાના ખુલ્‍લેઆમ ઉલ્‍લંઘન સામે સવારથી જ ધડાધડ ફરિયાદોઃ ૧૦૦ મીટરમાં પ્રચાર, ટોળાઓ ભેગા થતા હોય, ઇવીએમ મશીન અને ક્રમાંક ૫નું બટનમાં ખરાબી, બગડવા સહિતની ફરિયાદોનો ઢગલો કર્યો ગજેન્‍દ્રસિંહ ઝાલા

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્‍દ્રસિંહ ઝાલા જણાવે છે કે રાજકોટના વોર્ડ નંબર ત્રણના મધ્‍યસ્‍થ કાર્યાલયના કંટ્રોલ રૂમમાં સેવા બજાવી રાજ્‍ય સરકારના, પોલીસના અને કલેક્‍ટર કચેરીના કંટ્રોલ રૂમને કોંગ્રેસ દ્વારા દોડતા રાખવામાં આવ્‍યા હતા ફરિયાદોનો મારો ચલાવવામાં આવ્‍યો હતો. શાસક પક્ષ દ્વારા આચાર સંહિતાનું ખુલ્‍લેઆમ ઉલંઘન થતું હોય અને અધિકારીઓ ભાજપની જી હજુરિયાગીરી કરતા હોય એની સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદો કરવામાં આવી છે.

વોર્ડ નંબર ૧૪ કેનાલ રોડ પ્રધાનમંત્રીના ફોટાઓ જ્‍યોતિ ટ્રેડર્સની બાજુમાં જન ઔષધી કેન્‍દ્ર, મેડિકલ સ્‍ટોર પર પ્રદર્શિત થઈ રહ્યા હતા, વોર્ડ નંબર ૧૪ મતદાન શરૂ થયું હોવા છતાં કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ રોડ પર ૧૦૦ મીટરની અંદર ભારત સ્‍ટીલ એન્‍ડ મેટલ્‍સ, રોયલ જનરલ સ્‍ટોર અને તેની આજુબાજુમાં રહેણાકોમાં વીસ જેટલી ઝંડીઓ કમળના પ્રતીક વાળી હટાવવામાં આવી નહોતી. વોર્ડ નંબર ત્રણમાં માધાપર તાલુકા શાળા, શ્રેયાંશ સ્‍કૂલ આ બંને જગ્‍યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટોળાઓ ભેગા કરવામાં આવતા હોય અને મતદારોની ફોરવીલમાં હેરાફેરી થતી હોય જે અંગે ફરિયાદ કરવામાં આવી વોર્ડ નંબર ૩ આંગણવાડી બેડીનાકા પ્રતાપ સ્‍કૂલમા ઇવીએમ મશીનો બંધ થઈ જતા હોવાની બુથના પોલિંગ એજન્‍ટ મનુભાઈ કોટકની ફરિયાદના પગલે રીટનિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવામાં આવી અને તાત્‍કાલિક બંધ થયેલ મશીન બદલવા અપીલ કરવામાં આવી હતી.  વોર્ડ નંબર ત્રણના સુનીલ પ્રોવિઝન સ્‍ટોર્સની સામે સિંધી કોલોનીમાં ૧૦૦ મીટરમાં ભાજપના ટેબલથી પ્રચાર થતો હોય અને હોર્ડિંગો મારેલા હોય ટેબલ ૧૦૦ મીટર બહાર હટાવવા અને પ્રચાર થતો હોય તો તે બંધ કરાવવા ફરિયાદ કરી હતી.

વોર્ડ નંબર ૩ બુથ નંબર ૨૫ રૂમ નંબર ૨ શાળા નંબર ૯૮ સંતોષીનગર  ઓફિસરે કોંગ્રેસના પોલિંગ એજન્‍ટ આવે એ પહેલા સવારમાં ઇવીએમ માં મોક ડ્રીલ વહેલું કરી નાખવામાં આવેલ.

વોર્ડ નંબર ૩ રૂમ નંબર ૧ શાળા નંબર ૪૪ મહાદેવ પ્રાથમિક શાળા બૂથ નંબર ૫૨ અને મા સંતોષીનગર પ્રાથમિક શાળા નંબર ૯૮ રેલનગર રૂમ નંબર ૫ કોંગ્રેસના ઉમેદવાર આરતી આસવાણી ના ક્રમાંક નંબર ૫ નું બટન કોઈ કારણસર હેક થયું હોય અને બટન દબાતું ન હોય તાત્‍કાલિક યોગ્‍ય તપાસ કરી ઇવીએમ મશીન બદલવા અપીલ કરવામાં આવી હતી. આ સંતોષીનગરના બૂથમાં ભાજપના કેટલાક મહિલા કાર્યકરો દ્વારા દાદાગીરી અને બુથમાં ભાજપનો પ્રચાર થતો હોય અને ૧૦૦ મીટરની આજુબાજુમાં ટોળા ભેગા થતા હોય જે પગલે બિનજરૂરી દખલગીરી કરનારા કાર્યકરોને ૧૦૦ મીટરની બહાર રાખવા અને કનડગત કરતા મહિલા આગેવાનોને સબક શીખવાડવા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ શ્રી ઝાલાની યાદીમાં જણાવાયું છે.  વોર્ડ નંબરમાં પાર્થ સ્‍કૂલમાં કોંગ્રેસના પોલિંગ એજન્‍ટને બુથના કાર્યકરન હોવાના પગલે બેસવા દેવામાં પ્રિસાઇડિંગ ઓફિસરે આનાકાની કરતા સરકારના નિયમ મુજબ કોઈપણ કાર્યકર જે તે વોર્ડનો મતદાર હોય તો કોઈ પણ બુથમાં બેસી શકે છે જે અંગે પરિપત્ર હોવા છતાં બેસવા પાબંદી લગાવવામાં આવી હતી.

રેફયુજી કોલોની સ્‍વામી ટહેલરામ જુલેલાલ મંદિરની બાજુમાં બુથ નંબર ૫૮,૫૯ અને ૬૦માં ૧૦૦ મીટર ની અંદર પાણીના પ્‍લાન્‍ટે ટોળાઓ ભેગા થાય છે અને મતદારોને પ્રભાવિત કરતા હોવાનું રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ સિવાયની પણ અનેક બપોરના એક વાગ્‍યા સુધીમાં નાની મોટી ફરિયાદો કંટ્રોલરૂમમાં ગજેન્‍દ્રસિંહ ઝાલા (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬) દ્વારા કરવામાં આવી હોવાનું આ સીનીયર કોંગી આગેવાનની યાદીમાં જણાવાયું છે.

(1:13 PM IST)